Corona Virus: સિંગાપુર વેરિઅન્ટ બની શકે છે દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું કારણ: CM અરવિંદ કેજરીવાલ

|

May 18, 2021 | 4:19 PM

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે સિંગાપુરમાં મળેલા કોરોના વાઈરસના નવા વેરિઅન્ટને લઈ કેન્દ્ર સરકારને ચેતવી છે અને કહ્યું કે આ વેરિઅન્ટ ભારતમાં સંક્રમણની ત્રીજી લહેરનું કારણ હોય શકે છે.

Corona Virus: સિંગાપુર વેરિઅન્ટ બની શકે છે દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું કારણ: CM અરવિંદ કેજરીવાલ
CM Arvind Kejriwal (File Photo)

Follow us on

Corona Virus: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે સિંગાપુરમાં મળેલા કોરોના વાઈરસના નવા વેરિઅન્ટને લઈ કેન્દ્ર સરકારને ચેતવી છે અને કહ્યું કે આ વેરિઅન્ટ ભારતમાં સંક્રમણની ત્રીજી લહેરનું કારણ હોય શકે છે. કેજરીવાલે વાયરસને ખૂબ જ ખતરનાક કહ્યું અને પ્રધાનમંત્રી મોદીને અપીલ કરી કે તેઓ સિંગાપુરથી આવનારી ઉડાનો પર રોક લગાવે અને દેશમાં બાળકોના રસીકરણને પ્રમુખતા આપે.

 

સીએમ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે સિંગાપુરમાં આવેલું કોરોનાનું નવુ રુપ બાળકો માટે ખતરનાક હોય તેમ જણાવવામાં આવી રહ્યુ છે. ભારતમાં આ ત્રીજી લહેરના રુપમાં આવી શકે છે. કેન્દ્ર સરકારને મારી અપીલ 1. સિંગાપુર સાથે હવાઈ સેવાઓ તત્કાળ પ્રભાવથી રદ થાય. 2. બાળકો માટે રસીકરણના વિકલ્પો પર પ્રાથમિકતાના આધાર પર કામ થાય.

 

 

 

આ પણ વાંચો: Cyclone Tauktae and Live Updates Gujarat: ‘તાઉ તે’ વાવાઝોડાએ બદલી દિશા, સાંજ સુધીમાં અમદાવાદમાં પ્રવેશી શકે છે વાવાઝોડુ, ભારે વરસાદથી શહેરનાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

Published On - 4:18 pm, Tue, 18 May 21

Next Article