Coronavirus : કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે ફિઝિયોથેરાપી સંસ્થા આવી આગળ

|

May 18, 2021 | 6:08 PM

Coronavirus : કોરોનાથી સાજા થયા બાદ દર્દીઓને માનસિક અને શારિરીક રીતે સ્વસ્થ  થવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના દર્દીઓની આ સમસ્યાને જોતા કોરોના પીડિતોની સહાયતા માટે ફિઝિયોથેરાપિસ્ટની સંસ્થા ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરપિસ્ટ આગળ આવી છે. 

Coronavirus : કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે ફિઝિયોથેરાપી સંસ્થા આવી આગળ
સાંકેતિક તસ્વીર

Follow us on

Coronavirus : કોરોના સંક્રમણ દરમિયાન અને તેનાથી ઉભર્યા બાદ પીડિતો માટે ફિઝિચોથેરેપી ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીના આ સમયમાં ફિઝિયોથેરાપિસ્ટની સેવા મળવી ઘણી મુશ્કેલ થઇ ગઇ છે. જેના કારણે કોરોનાથી સાજા થયા બાદ દર્દીઓને માનસિક અને શારિરીક રીતે સ્વસ્થ  થવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના દર્દીઓની આ સમસ્યાને જોતા કોરોના પીડિતોની સહાયતા માટે ફિઝિયોથેરાપિસ્ટની સંસ્થા ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરપિસ્ટ આગળ આવી છે.

આ સંસ્થાના દિલ્લી બ્રાંચના અધ્યક્ષ ડૉ પૂજા સેઠીએ જણાવ્યુ કે તેમની સંસ્થાએ કોરોના પીડિતોની મદદ માટે કોવિડ હેલ્પલાઇન બનાવી છે. આ હેલ્પલાઇન માટે 30 ફિઝિયોથેરેપિસ્ટ, 5 ડૉક્ટર , 1 સાઇકોલોજિસ્ટ, 1 આહાર એક્સપર્ટ અને 2 હોમ્યોપેથી ડૉક્ટરની  એક પેનલ બનાવવામાં આવી છે. જે કોરોના પીડિતોને બિલ્કુલ ફ્રી સેવા આપશે.

આ ફ્રી સેવાનો લાભ લેવા માટે કોરોના દર્દીઓએ એક ગૂગલ ફોર્મ ભરવાનું રહેશે જેના પર રજિસ્ટ્રેશન કરવામાં આવશે. રજિસ્ટ્રેશન બાદ પેનલ તરફથી કોરોના પીડિતને કોલ કરવામાં આવશે અને પેશન્ટની સમસ્યાના હિસાબથી ફિઝિયોથેરાપિસ્ટ તેમને એક્સરસાઇઝ કહેશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ડૉ પૂજા અનુસાર વધારે કેસમાં કોરોનાથી સારા થયા બાદ દર્દીઓનો શ્વાસ ફુલવાના,ચક્કર આવવાની અને થાક રહેવાની ઉંઘ આવવાની સમસ્યા રહેતી હોય છે.એવામાં ફિઝિયોથેરેપી દ્વારા બ્રિથિંગ એકસરસાઇઝ, વર્ટિગો એકસરસાઇઝ, રિલેક્સેશન એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. જેના કારણે દર્દીઓને ઘણો ફાયદો મળી શકે છે. દર્દીઓની આવશ્યકતા અનુસાર સાઇકોલોજિસ્ટ, આહાર એક્સપર્ટની સેવા પણ હેલ્પ લાઇન પર મળશે. હેલ્પ લાઇન પર રજિસ્ટર કરવા માટે તેમની વેબસાઈટ  https://docs.google.com/forms/d/e/1FAIpQLScl48c474NbPNU7-IARsNmn_WWe57ibIpQTfYGqPtpaTEcMJg/viewform પર લોગઇન કરવાનું રહેશે.

 

 

 

Next Article