Covid-19 Lockdown Anniversary: કોરોના વાયરસે (Corona Virus) સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે અન આ વાયરસના કારણે લાખો લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. આ વાયરસ સૌથી પહેલા વુહાનમાં જોવા મળ્યો હતો અને ત્યાર બાદ તે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો હતો. આ વાયરસે દુનિયાને પોતાની ઝપેટમાં લઈ લીધા અને આજે પણ કોરોનાએ અમેરિકાને પોતાની ઝપેટમાં લઈ રાખ્યુ છે. ભારત, બ્રાઝીલ , ફ્રાન્સ, યુકે, જર્મની, રશિયા, તુર્કી , ઈટાલી અને સ્પેન પણ કોરોનાથી બોગ બનનારા દેશમાં આવે છે. કોરોનાને લઈ અત્યાર સુધીમાં 61 લાખથી વધારે લોકોના મોત થયા છે અને 47 કરોડ 58 લાખથી વધારે કેસ નોંધાયા છે. આજના દિવસે એટલે કે 24 માર્ચ 2020નાં રોજ લોકડાઉન (Lockdown) લાદવામાં આવ્યુ હતું અને લોકોનું જીવન ઘરમાં કેદ થઈ ગયુ હતું.
દેશમાં કોરોનાનો પ્રથમ કેસ 30 જાન્યુઆરી 2020નાં રોજ નોંધાયો હતો અને તે કેરળમાં જોવા મળ્યો હતો. કોરોનાનાં કેસમાં બાદમાં સતત વધારો થઈ ગયો હતો અને એક મહિનામાં 500થી વધુ કેસ આવ્યા તો 10 લોકોના મોત થયા બાદ કેન્દ્ર સરકારે કડક પગલા લેતા લોક ડાઉનની જાહેરાત કરીને સામાજીક અંતર કેળવવા અપીલ કરી હતી.
લોકડાઉનમાં સાર્વજનિક સ્થળો સંપૂર્ણપણે બંધ હતા અને કોરોના સંબંધિત માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.
24 માર્ચ, 2020 સુધી દેશમાં કોરોનાના 564 કેસ નોંધાયા હતા અને 10 લોકોના મોત થયા હતા. વાયરસને લઈને લોકોમાં ભારે ડર હતો.
26 માર્ચ 2020 ના રોજ, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે એક મોટા રાહત પેકેજની જાહેરાત કરી, જે 170 હજાર કરોડનું હતું.
29 માર્ચ ભારતીય રેલ્વેએ શહેરોમાં ફસાયેલા લોકોને તેમના ઘરે લઈ જવા માટે વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી.
31 માર્ચ 2020ના રોજ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી મરકઝમાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમિતો મળી આવતા હોબાળો મચી ગયો હતો.
આ પછી, 5 એપ્રિલે, આરોગ્ય સંભાળ કાર્યકરો અને કોરોના વોરિયર્સના સન્માનમાં, લોકોએ ઘરોમાં વીજળી બંધ રાખી અને દીવા પ્રગટાવવામાં આવ્યા. આ માટે પીએમ મોદીએ સામાન્ય માણસને અપીલ કરી હતી.
14 એપ્રિલ 2020 ના રોજ, કેન્દ્ર સરકારે લોકડાઉનનો સમયગાળો લંબાવ્યો, જે 3 મે સુધી કરવામાં આવ્યો હતો.
16 એપ્રિલ 2020 સુધીમાં, લોકડાઉનને કેટલાક ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું હતું, જેને કોરોનાથી સંક્રમિત વિસ્તારો, રેડ, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન કહેવામાં આવ્યાં હતાં.
4 મે 2020ના રોજ લોકડાઉન ફરી 14 દિવસ માટે લંબાવવામાં આવ્યું હતું.
1 મે 2020ના રોજ શ્રમિક સ્પેશિયલ સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી.
વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે વંદે ભારત મિશન 7 મેના રોજ શરૂ થયું હતું.
13 મે 2020 ના રોજ, નાણા મંત્રી નિર્મલા સીતારમણે એક મોટી જાહેરાત કરી. તેમણે 20 લાખ કરોડના બીજા મોટા નાણાકીય પેકેજની જાહેરાત કરી.
15 મે 2020 ના રોજ, નાણામંત્રીએ ત્રીજા રાહત પેકેજની જાહેરાત કરી.
ચોથા આર્થિક પેકેજની જાહેરાત 16 મેના રોજ કરવામાં આવી હતી.
17 મે 2020ના રોજ લોકડાઉન ફરીથી 31 મે સુધી લંબાવવામાં આવ્યું હતું.
સરકારે 1 જૂન 2020 થી લોક ડાઉન ખોલવાનું શરૂ કર્યું. સરકારે ઘણી વસ્તુઓ ખોલી નાખી અને 1 જૂનથી, લોકો દેશમાં ગમે ત્યાં આવવા જવા લાગ્યા.
8 જૂન 2020ના રોજ તમામ ધાર્મિક સ્થળો, હોટલ, રેસ્ટોરન્ટ અને શોપિંગ મોલને રાહત આપવામાં આવી હતી.
અનલોક-2.0 જુલાઈ 2020 માં શરૂ થયું. અનલોક 3.0 ઓગસ્ટ 2020 માં શરૂ થયું અને નાઇટ કર્ફ્યુ દૂર કરવામાં આવ્યો.
17 સપ્ટેમ્બર 2020 ના રોજ, કોરોનાની પ્રથમ લહેર તેની ટોચ પર હતી. આ દિવસે 97894 કેસ નોંધાયા હતા. – અનલોક 4.0 માટેની માર્ગદર્શિકા સપ્ટેમ્બર 2020 માં બહાર પાડવામાં આવી હતી. 16 જાન્યુઆરી 2021ના રોજ દેશમાં રસીકરણ અભિયાન શરૂ થયું હતું. દેશમાં નવા કેસમાં ઘટાડો થયા બાદ માર્ચમાં કોરોનાની બીજી લહેર આવી અને વાયરસના નવા પ્રકાર ડેલ્ટાએ તબાહી મચાવી દીધી અને મૃત્યુઆંક ફરી વધવા લાગ્યો.
આ વખતે કેન્દ્ર સરકારે કોરોનાને અંકુશમાં લેવાની જવાબદારી રાજ્યોને સોંપી છે. જ્યાં લોકડાઉનની જરૂર હતી ત્યાં તે લાદવામાં આવ્યું હતું અને જ્યાં રાત્રિ કર્ફ્યુની જરૂર હતી ત્યાં તેનો અમલ કરવામાં આવ્યો હતો. સાથોસાથ રસીકરણ ઝડપી ગતિએ આગળ ધપાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. એપ્રિલ 2021માં, કોરોના કહેર મચાવી રહ્યો હતો. લોકો ઓક્સિજન માટે તડપતા હતા. હજારો લોકો માર્યા ગયા. હોસ્પિટલોમાં પથારીઓ ઉપલબ્ધ ન હતી. સ્મશાનભૂમિમાં મૃતદેહોને બાળવાની જગ્યા ન હતી.
Published On - 9:00 am, Thu, 24 March 22