Coronavirus: ભારતમાં કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટથી (Omicron Variant) શરૂ થયેલી ત્રીજી લહેર દરમિયાન, સૌથી વધુ યુવાનો સંક્રમિત થયા હોવાનુ સામે આવ્યુ છે. 37 હોસ્પિટલોના ડેટાના સર્વેક્ષણમાં જાણવા મળ્યુ છે કે કોવિડ-19ની આ લહેરમાં 44 વર્ષની નાની વયની વસ્તી કોરોનાની શિકાર બની. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે (Balram Bhargava) કહ્યુ કે, ‘કોવિડની આ લહેરમાં દર્દીઓમાં ગળામાં ખરાશની સમસ્યા વધુ જોવા મળી હતી.’
વધુમાં તેમણે કહ્યુ કે, અગાઉની લહેરની તુલનામાં, 44 વર્ષની સરેરાશ વય ધરાવતી થોડી નાની વસ્તી આ લહેરમાં(Corona Third Wave) વધુ સંક્રમિત હતી.જ્યારે બીજી લહેરમાં ચેપગ્રસ્ત વસ્તીની સરેરાશ ઉંમર 55 વર્ષ હતી. આ નિષ્કર્ષ કોવિડ-19ની નેશનલ ક્લિનિકલ રજિસ્ટ્રીમાંથી આવ્યો છે, જેમાં 37 મેડિકલ સેન્ટરોમાં દાખલ દર્દીઓ વિશે ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો.
ઉપરાંત ભાર્ગવે કહ્યુ કે, ‘અમે 15 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી અભ્યાસ કર્યો હતો, જ્યારે ડેલ્ટા વેરિયન્ટનું વર્ચસ્વ હોવાનુ માનવામાં આવે છે. બીજો સમયગાળો 16 ડિસેમ્બરથી 17 જાન્યુઆરી સુધીનો હતો, જ્યારે એવું માનવામાં આવે છે કે ઓમિક્રોનના વધુ કેસ આવી રહ્યા હતા.
ભાર્ગવે જણાવ્યુ હતુ કે હોસ્પિટલમાં દાખલ 1,520 દર્દીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યુ હતુ અને આ ત્રીજી લહેર દરમિયાન તેમની સરેરાશ ઉંમર 44 વર્ષની આસપાસ હોવાનુ સામે આવ્યુ છે. ઉપરાંત અમને એ પણ જાણવા મળ્યુ કે આ લહેર દરમિયાન દવાઓનો ઉપયોગ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. આ લહેરમાં કિડની, ગંભીર શ્વસન રોગ (ARDS) અને અન્ય રોગોના સંબંધમાં ઓછી જટિલતાઓ જોવા મળી હતી.તેમણે કહ્યુ, ‘આ યુવા વસ્તીમાં રસી મેળવનારા 10માંથી 9 લોકો પહેલાથી જ ઘણી બીમારીઓથી પીડિત હતા, તેથી તેઓ આ લહેરમાં સંક્રમિત થયા હતા.તેથી વેક્સિનના લીધે આ લહેર ખુબ હળવી જોવા મળી છે.
આ પણ વાંચો : ICMRનો દાવો : રસી જ એકમાત્ર રક્ષણ , સંપૂર્ણ રસીકરણથી કોરોના દર્દીઓના મૃત્યુની શક્યતા ઓછી