Coronavirus : લાંબા સમય સુધી રહેશે કોવિડ-19, મેળાવડાઓ પર 2022 સુધી પ્રતિબંધ રાખવા જરુરી : IIPH ડાયરેક્ટર

|

May 27, 2021 | 5:51 PM

Coronavirus : ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ હૈદરાબાદના (IIPH) પ્રોફેસર જી.વી એસ મૂર્તિએ કહ્યુ કે ફ્લુની જેમ કોવિડ-19 પેઢીઓ સુધી રહેશે. પ્રોફેસર મૂર્તિએ કહ્યુ કે અલગ અલગ રાજ્યોના જે  આંકડા છે તેના પરથી ખબર પડે છે કે જૂનના અંત સુધી દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં કોવિડ-19ના કેસમાં ઘટાડો જોવા મળી શકે છે.

Coronavirus : લાંબા સમય સુધી રહેશે કોવિડ-19, મેળાવડાઓ પર 2022 સુધી પ્રતિબંધ રાખવા જરુરી : IIPH ડાયરેક્ટર
સાંકેતિક તસ્વીર

Follow us on

Coronavirus : ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ હૈદરાબાદના (IIPH) પ્રોફેસર જી.વી એસ મૂર્તિએ કહ્યુ કે ફ્લુની જેમ કોવિડ-19 પેઢીઓ સુધી રહેશે. પ્રોફેસર મૂર્તિએ કહ્યુ કે અલગ અલગ રાજ્યોના જે  આંકડા છે તેના પરથી ખબર પડે છે કે જૂનના અંત સુધી દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં કોવિડ-19ના કેસમાં ઘટાડો જોવા મળી શકે છે.

પ્રોફેસરે ઉમેર્યુ કે ઉત્તર અને પૂર્વ ભારતમાં જુલાઇના મધ્ય સુધી સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળી શકે છે. તેમના પ્રમાણે મહામારી દરમિયાન રાજકીય,સામાજિક અને ધાર્મિક સભાઓને બદુ જલ્દી અનુમતિ આપવી એ કોરોના વાયરસની બીજી લહેરમાં સંક્રમણ ઝડપથી ફેલાવવાનું મુખ્ય કારણ છે.

લાંબા સમય સુધી રહેશે કોરોના વાયરસ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

પ્રોફેસર મૂર્તિએ કહ્યુ કે કોવિડ-19 (Covid-19) લાંબા સમય સુધી અહીં રહેવાનો છે. સાથે જ તેમણે જણાવ્યું કે જ્યારે કોઇ સંક્રમણ સમુદાય સામે આવે છે તો તે ધીરે-ધીરે ફેલાય છે અને પછી સ્થાનિક સ્તર પર તેનું સંક્રમણ વધી જાય છે. તેમણે કહ્યુ કે ફ્લુ અપણી સાથે પેઢીઓથી છે અને આજ કોવિડ-19 સાથે પણ થશે. પ્રોફેસર મૂર્તિનું માનવુ છે

આગામી લહેર આવવાને પાંચથી છ મહિના લાગશે

તેમણે કહ્યુ કે આપણે જાણીએ છીએ કે કોવિડ-19 સંક્રમણ બાદ રોગ પ્રતિકારક શક્તિ માત્ર ત્રણથી છ મહિનાના સમય સુધી જ રહે છે ત્યારબાદ તે વ્યક્તિ ફરી પણ સંક્રમિત થઇ શકે છે. આપણે જોયુ છે કે મુખ્યમંત્રી અને નેતાઓ પણ ફરીથી સંક્રમિત થઇ રહ્યા છે. માટે સ્થાયી રુપથી કોઇનામાં પણ રોગપ્રતિકારક શક્તિ નથી. તેમણે કહ્યુ કે કોવિડ-19ની આગામી લહેર આવવાને પાંચથી છ મહિના લાગશે અને ત્યાં સુધી ફરી લોકોની રોગપ્રતિકારક શક્તિ પૂર્ણ થઇ જશે.

નવેમ્બર ફરી થઇ શકે છે ચિંતાજનક 

પ્રોફેસર મૂર્તિએ કહ્યુ કે નવેમ્બર ફરી ચિંતાજનક થઇ શકે છે. મહામારીમાં વૃધ્ધોના મૃત્યુ પહેલા થાય છે. પંરતુ દરેક વખતે આવતી લહેરમાં આધેડ ઉંમરના લોકો અને બાળકો પણ વધારે સંક્રમિત થાય છે.

પ્રોફેસર મૂર્તિએ કહ્યુ કે દેશમાં 30 વર્ષથી વધુ ઉંમરના 80ટકા લોકોનું નવેમ્બર સુધી રસીકરણ થઇ શકે તો આપણે કોરોના વાયરસને ફેલાવાથી રોકી શકીએ છીએ. તેમણે આગળ જણાવ્યુ કે જો ખતરો ઓછો કરવા ઇચ્છીએ છીએ તો ફેબ્રુઆરી 2022 સુધી મોટી સંખ્યામાં લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ ચાલુ રાખવાની જરુર છે. સ્કુલ અને ઓફિસ પર્યાપ્ત સાવચેતીઓ સાથે ખોલી શકાય છે.

Next Article