Corona virus : કોરોનાના સંક્રમણ વચ્ચે ભારતની મદદ કરશે ફાઇઝર, 7 કરોડ ડોલરની દવા મોકલવાનુ એલાન

|

May 03, 2021 | 3:52 PM

Coronavirus :  ભારતમાં કોરોનાની બીજી લહેર વિરુધ્ધ યુધ્ધ સતત ચાલુ છે. આ વચ્ચે અમેરિકી ફાર્મા કંપની ફાઇઝરે ભારતને મદદ આપવાની ઘોષણા કરી છે. કંપનીએ કહ્યુ કે તેઓ 7 કરોડ અમેરીકી ડૉલરની દવા ભારત મોકલશે.

Corona virus : કોરોનાના સંક્રમણ વચ્ચે ભારતની મદદ કરશે ફાઇઝર, 7 કરોડ ડોલરની દવા મોકલવાનુ એલાન
Pfizer Vaccine

Follow us on

Corona virus :  ભારતમાં કોરોનાની બીજી લહેર વિરુધ્ધ યુધ્ધ સતત ચાલુ છે. આ વચ્ચે અમેરિકી ફાર્મા કંપની ફાઇઝરે ભારતને મદદ આપવાની ઘોષણા કરી છે. કંપનીએ કહ્યુ કે તેઓ 7 કરોડ અમેરીકી ડૉલરની દવા ભારત મોકલશે. જેનથી કોરોના વિરુધ્ધ લડાઇમાં મદદ મળશે. કંપીનના સીઇઓ અલબર્ટ બૌરલાએ  જાણકારી આપી છે.

આપને જણાવી દઇએ કે સોમવારે કોવિડ-19ના  3,68,147 કેસ સામે આવ્યા અને 3417 દર્દીઓના મૃત્યુ થયા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સવારે આઠ વાગ્યે અપડેટ કરેલા આંકડા પ્રમાણે નવા કેસ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 1,99,25,604 જ્યારે મૃતકોની સંખ્યા 2,18,959 થઇ ગઇ છે.

દેશમાં પહેલી મેએ સંક્રમણના રિકોર્ડ 4,01,993 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે બે મેએ 3,92,488 કેસ સામે આવ્યા. દેશમાં ઉપચારાધીન દર્દીઓની સંખ્યા વધીને 34,13,642 થઇ ગઇ છે. જે સંક્રમણના કુલ કેસના 17.13 ટકા છે. જ્યારે કોવિડ-19થી સાજા થવાનો દર 81.77 ટકા થઇ ગયો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં 1,62,93,003 લોકો સાજા થઇ ચૂક્યા છે જ્યારે મૃત્યુદર 1.10 ટકા છે. દેશમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યા ગયા વર્ષે સાત ઓગષ્ટે 20 લાખને પાર કરી ગઇ છે. જ્યારે કોવિડ-19 દર્દીઓની સંખ્યા 23 ઓગષ્ટે 30 લાખે , પાંચ સપ્ટેમબરે 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખને પાર કરી ગઇ હતી.આ બાદ 28 સપ્ટેમ્બરે કોવિડ-19ના કેસ 60લાખ,11 ઓક્ટોબરે 70 લાખ 29 ઓક્ટોબરે 80 લાખ 20 નવેમ્બરે 90 લાખ 19 ડિસેમ્બરે 1 કરોડ અને 19 એપ્રિલે કોવિડ-19ના કેસ 1.5 કરોડથી વધારે થઇ ગયા હતા.

દેશમાં સંક્રમણના કારણે કુલ 2,18,959 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં 70,284 દિલ્લીમાં 16,966 કર્ણાટકમાં 16,011 તમિલનાડુમાં 14,346 ઉત્તરપ્રદેશ 13,162 પશ્ચિમબંગાળમાં 11,539 પંજાબમાં 9,137 અને છત્તીસગઢમાં 9,009 દર્દીઓના મૃત્યુ થયા છે. આરોગ્ય મંત્રાલયલે કહ્યુ કે 70ટકાથી વધારે કેસમાં મૃત્યુ અન્ય ગંભીર બિમારીઓના કારણે થયા છે.

 

Next Article