જાણો દેશમાં કોરોના વેક્સિન સ્પુતનિક Vને આવવામાં શા માટે થઈ રહ્યો છે વિલંબ ?

|

Aug 05, 2021 | 12:40 PM

વેક્સિન ઈન્ટરનેશનલ મેડિકલ જર્નલમાં (International Medical Journal) પ્રકાશિત ગામાલિયા સેન્ટર દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, સ્પુતનિક V કોરોના વેક્સિન કોરોના વેરિઅન્ટ (Corona Variant) સામે ખૂબ અસરકારક માનવામાં આવે છે, જેના કારણે તેની માગ વધી છે.

જાણો દેશમાં કોરોના વેક્સિન સ્પુતનિક Vને આવવામાં શા માટે થઈ રહ્યો છે વિલંબ ?
Corona Vaccine Sputnik V

Follow us on

સ્પુતનિક V ટીમ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, ભારતને સ્પુતનિક V (Sputnik V) વેક્સિન ઓગસ્ટ સુધીમાં મળી જશે. એવું માનવામાં આવી રહ્યું છે કે રસીના ઉત્પાદનમાં વધારો થવાને કારણે રસીની ડિલિવરીમાં સમય લાગી રહ્યો છે. આ સ્થિતિમાં ટીમ તરફથી જણાવવામાં આવ્યું છે કે, રસીનું ઉત્પાદન વધવાના કારણે ડિલિવરીમાં (Delivery) વિલંબનો મુદ્દો ઓગસ્ટ સુધીમાં ઉકેલાઈ જશે.

ઇન્ટરનેશનલ મેડિકલ જર્નલમાં (Indian Medical Journal) પ્રકાશિત થયેલા ગામાલિયા સેન્ટરના રિચર્સ અનુસાર, સ્પુતનિક V રસી કોરોના વેરિઅન્ટ (Corona Variant) સામે ખૂબ અસરકારક માનવામાં આવે છે. ઉપરાંત ડેલ્ટા વેરિએન્ટ્સ સામે અસરાકર સાબિત થઈ રહી છે.

ઉપરાંત અન્ય રસીઓની સરખામણીમાં તેની કોઈ ગંભીર આડઅસર હોય તેવું લાગતું નથી, જેથી આ વેક્સિનની માગ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, સ્પુતનિક V ઘણા દેશોમાં રાષ્ટ્રીય રસીકરણ અભિયાનનો એક ભાગ બની ગયો છે. ઉપરાંત, સ્પુતનિક V દ્વારા આર્જેન્ટિના અને મેક્સિકોમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

ભારતમાં સપ્ટેમ્બરથી ઉત્પાદન સંપૂર્ણપણે શરૂ થવાની શક્યતા

રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડે જણાવ્યું હતું કે, ભારતમાં રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક V નું ઉત્પાદન સપ્ટેમ્બરમાં સંપૂર્ણપણે શરૂ થાય તેવી શક્યતા છે. RDIF એ આશા વ્યક્ત કરી હતી કે, ભારત સ્પુતનિક V કોરોના વેક્સિનનું ઉત્પાદન કરવા માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, (Serum Institute of India) ગ્લેન્ડ ફાર્મા, હેટેરો બાયોફાર્મા, પેનાસીયા બાયોટેક, સ્ટેલિસ બાયોફાર્મા, વિર્ચો બાયોટેક અને મોરેપેન લેબોરેટરીઝ મળીને ઉત્યાદન કરશે.

ભારતમાં ઓગસ્ટના અંત સુધીમાં ડિલિવરી થઈ શકે છે

મળતા અહેવાલ મુજબ, ભારતમાં સ્પુતનિક Vની ડિલિવરી ઓગસ્ટના (August) અંત સુધીમાં થશે તેવી સંભાવના છે. અગાઉ ડો. રેડ્ડીઝે જણાવ્યું હતું કે, રશિયામાં કોરોનાના વધતા કેસોને કારણે સ્પુતનિક V રસીમાં (Vaccine) વિલંબ થઈ રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઓગસ્ટના અંત સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સ્પુતનિક V ના ઉત્પાદન માટે ડો. રેડ્ડી લેબોરેટરીઝે  RDIF સાથે કરાર કર્યો હતો.

 

આ પણ વાંચો: Covid 19 India : કોરોનાને કારણે અનાથ થયેલા બાળકો માટે સરકારની મહત્વની જાહેરાત,જાણો સરકારે શું કરી જાહેરાત

આ પણ વાંચો: Monsoon Session 2021: કોરોના મુદ્દે વિપક્ષને જવાબ આપવા માટે કેન્દ્ર બનાવી રહ્યું છે રણનીતિ !

Next Article