Corona Vaccination: દેશમાં રસીકરણની કામગીરી પૂરજોશમાં, માત્ર 19 દિવસમાં 1 કરોડથી વધુ લોકોને અપાયો પ્રિકોશન ડોઝ

|

Jan 28, 2022 | 4:28 PM

ગયા વર્ષે 16 જાન્યુઆરીએ દેશમાં આરોગ્ય કર્મચારીઓને વેક્સિન આપવાની સાથે રસીકરણ શરૂ થયુ. આ પછી 2 ફેબ્રુઆરી, 2021 થી ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ શરૂ કરવામાં આવ્યુ હતુ.

Corona Vaccination: દેશમાં રસીકરણની કામગીરી પૂરજોશમાં, માત્ર 19 દિવસમાં 1 કરોડથી વધુ લોકોને અપાયો પ્રિકોશન ડોઝ
Union Health Minister Mansukh Mandaviya (File Photo)

Follow us on

Corona Vaccination: કોરોના વાયરસ સામે લડવા માટે એકમાત્ર રામબાણ ઈલાજ વેક્સિનને (Corona Vaccine) જ માનવમાં આવે છે. ત્યારે દેશમાં હાલ પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya)  શુક્રવારે જણાવ્યુ કે, માત્ર 19 દિવસમાં કોરોના વેક્સિનના 1 કરોડથી વધુ પ્રિકોશન ડોઝ (precaution dose) આપવામાં આવ્યા છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 95 ટકા પાત્ર પુખ્ત વયના લોકોને એન્ટિ-કોવિડ-19 રસીઓનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 74 ટકા લોકોએ વેક્સિનના બંને ડોઝ મેળવી લીધા છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, ગુરુવારે સાંજે 7 વાગ્યા સુધીમાં એન્ટી-કોવિડ-19 રસીના 49,69,805 ડોઝ આપવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં આ રસીનો આંકડો 164.35 કરોડને પાર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં અન્ય ગંભીર રોગોથી પીડાતા આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને એન્ટી-કોવિડ રસીના 1,03,04,847 પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે.

ભારતે કોવિડ-19નો પ્રથમ ડોઝ આપવાનો રેકોર્ડ હાંસલ કર્યો: માંડવિયા

મંત્રાલયનુ કહેવું છે કે 15-18 વર્ષની વયના 44281254 કિશોરોને કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ નોંધપાત્ર સિદ્ધિ બદલ દેશને અભિનંદન પાઠવ્યા છે. એક ટ્વિટમાં તેમણે કહ્યું કે ભારતે પાત્રતા ધરાવતી વસ્તીના 95 ટકાથી વધુ લોકોને કોવિડ-19નો પ્રથમ ડોઝ આપવાનો રેકોર્ડ હાંસલ કર્યો છે. તેમણે કહ્યુ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આરોગ્ય કર્મચારીઓની સખત મહેનત અને જનભાગીદારીના કારણે દેશ આ અભિયાનમાં સતત આગળ વધી રહ્યો છે.

ગયા વર્ષે 16 જાન્યુઆરીના રોજ દેશમાં આરોગ્ય કર્મચારીઓને રસીની રજૂઆત સાથે રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ 2 ફેબ્રુઆરી, 2021થી ફ્રન્ટલાઈન વર્કરોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યુ હતુ. પછીના તબક્કામાં અન્ય જૂથોને વેક્સિન આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, 3 જાન્યુઆરીથી 15-18 વર્ષની વયજૂથના કિશોરોને વેક્સિન આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.

 

આ પણ વાંચો : Intranasal Booster Dose : ભારત બાયોટેકના ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના ટ્રાયલને DCGIએ આપી મંજૂરી, અમદાવાદ સહિત 9 સ્થળોએ યોજાશે પરિક્ષણ

Next Article