Corona Vaccination: પ્રથમ દિવસે 3,351 કેન્દ્રો પર 1.65 લાખ લોકોએ લીધી રસી

દેશમાં કોરોના વેક્સિન મહાઅભિયાનના  પ્રથમ દિવસે 1. 65 લાખ લોકોએ કોરોનાની રસી લીધી છે.  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરમાં 3,351 કેન્દ્રો પર 1.65 લાખ લોકોએ  કોરોનાની રસી લીધી છે.

Corona Vaccination: પ્રથમ દિવસે 3,351 કેન્દ્રો પર 1.65 લાખ લોકોએ લીધી રસી
| Edited By: | Updated on: Jan 16, 2021 | 9:28 PM

દેશમાં કોરોના વેક્સિન મહાઅભિયાનના  પ્રથમ દિવસે 1. 65 લાખ લોકોએ કોરોનાની રસી લીધી છે.  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરમાં 3,351 કેન્દ્રો પર 1.65 લાખ લોકોએ કોરોનાની રસી લીધી છે. શનિવાર સાંજે સમગ્ર દેશમાં શરૂ થયેલા કોરોના રસીકરણ અભિયાન અંગે આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોરોના રસીકરણનો પ્રથમ દિવસ સંપૂર્ણ સફળ રહ્યો છે.

 

જેમાં 3,351 સેન્ટરો પર રસી આપવામાં આવી છે. જેમાં 1,65,714 હેલ્થ વર્કરોએ વેક્સિન લીધી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન 16,755 કર્મચારીઓએ ભાગ લીધો. રસીકરણ બાદ કોઈ નકારાત્મક પ્રભાવ સામે આવ્યો નથી. કોઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી. આજે સાંજે 5.30 વાગ્યે સમગ્ર દેશમાં 1,65,714 લોકોને કોવિડ વેક્સિનની રસી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર વેક્સિનેશન ડ્રાઈવમાં બે વેક્સિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં કોવીશિલ્ડ તમામ રાજ્યો અને જ્યારે કોવેકસીન માત્ર 12 રાજ્યોમાં આપવામાં આવી છે.

 

પીએમ મોદીએ આજે સવારે કોરોના રસીકરણ મહાઅભિયાનની શરૂ કરી હતી, પીએમ મોદીએ આ રસીકરણ કાર્યક્રમને અભૂતપૂર્વ સ્તરનો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, પહેલા તબક્કામાં જ આ કવાયતમાં 3 કરોડ લોકોને રસી માટે આવરી લેવામાં આવશે જે દુનિયામાં ઓછામાં ઓછા 100 દેશોમાં કુલ વસ્તી કરતા મોટો આંકડો છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, બીજા તબક્કામાં આ કાર્યક્રમ હેઠળ જ્યારે વૃદ્ધો અને ગંભીર સહ-બીમારી ધરાવતા લોકોને પણ રસી માટે આવરી લેવામાં આવશે, ત્યારે આ આંકડો વધીને 30 કરોડ સુધી પહોંચી જશે. તેમણે ઉમેર્યું હતું કે, દુનિયામાં માત્ર ત્રણ જ દેશ ભારત, USA અને ચીન છે. જ્યાં કુલ વસ્તી 30 કરોડથી વધારે છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આટલા મોટાપાયે રસીકરણ અભિયાન ઈતિહાસમાં ક્યારેય હાથ ધરાયું નથી અને તે ભારતની ક્ષમતા દર્શાવે છે.

 

આ પણ વાંચો: ગૃહપ્રધાન અમિત શાહનું નિવેદન, ‘બે વેક્સિનથી કોરોના વિરુદ્ધ લડાઈ અંતિમ તબક્કામાં’