Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મૃત્યુઆંક અચાનક વધ્યો, 4,100 લોકોના મોત, 1,660 લોકો થયા સંક્રમિત

|

Mar 26, 2022 | 10:45 AM

ગઈકાલે દેશમાં કોરોનાના 1,685 નવા કેસ નોંધાયા હતા અને 83 લોકોના મોત થયા હતા. જે બાદ દેશમાં કુલ 4,24,78,087 લોકો સંક્રમણથી મુક્ત થયા હતા અને કોવિડ-19થી મૃત્યુદર લગભગ 1.20 ટકા હતો.

Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મૃત્યુઆંક અચાનક વધ્યો, 4,100 લોકોના મોત, 1,660 લોકો થયા સંક્રમિત
File Image

Follow us on

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના (Corona Virus)ના 1,660 નવા કેસ નોંધાયા છે અને કોરોનાના કારણે 4,100 લોકોના મોત (Covid Death)થયા છે, ત્યારબાદ દેશમાં કુલ 5,20,855 મોત નોંધાયા છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર અને કેરળના બેકલોગ કેસ જોડવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં 4,005, જ્યારે કેરળમાં 79 બેકલોગ મોત થયા. તે જ સમયે 2,349 લોકો કોરોનાથી સાજા થયા છે. જે બાદ કોરોનામાંથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 4,24,80,436 થઈ ગઈ છે. ભારતમાં સક્રિય કેસની સંખ્યા (Active Case In India) વધીને 16,741 થઈ ગઈ છે. તે જ સમયે 1,660 નવા કેસના આગમન પછી દેશમાં કોરોનાના કુલ સંક્રમિત કેસ વધીને 4,30,18,032 થઈ ગયા છે. જો રસીકરણની વાત કરીએ તો દેશમાં કુલ 1,82,87,68,476 લોકોને રસી આપવામાં આવી છે.

ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે. ગઈકાલે દેશમાં કોરોનાના 1,685 નવા કેસ નોંધાયા હતા અને 83 લોકોના મોત થયા હતા. જે બાદ દેશમાં કુલ 4,24,78,087 લોકો સંક્રમણથી મુક્ત થયા હતા અને કોવિડ-19થી મૃત્યુદર લગભગ 1.20 ટકા હતો.આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે જણાવ્યું કે અત્યાર સુધી 12-14 વર્ષની ઉંમરના 1 કરોડથી વધુ બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. માહિતી અનુસાર આ વયજૂથના લાભાર્થીઓનું રસીકરણ 16 માર્ચથી શરૂ થયું હતું. તેમને કોર્બોવેક્સ રસી આપવામાં આવી રહી છે. આ રસીનો બીજો ડોઝ 28 દિવસના અંતર પર આપવાનો છે.

બાળકોનું રસીકરણ અભિયાન બન્યુ ઝડપી

ગયા વર્ષે 1 માર્ચ સુધી દેશમાં 12 અને 13 વર્ષના બાળકોની સંખ્યા 47 મિલિયન હતી. માંડવિયાએ ટ્વીટ કર્યું કે 12-14 વર્ષની વય જૂથના એક કરોડથી વધુ બાળકોએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. રસી મેળવનાર મારા તમામ યુવા યોદ્ધાઓને અભિનંદન. આ ઝડપને ચાલુ રાખો!’. તે જ સમયે, ઘણા દેશોએ કોરોના સામે વધારાનો ડોઝ જાહેર કર્યો, જેને બૂસ્ટર શોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એવા લોકોને આપવામાં આવ્યો હતો, જેમને પહેલેથી જ રસી આપવામાં આવી હતી.

ડિસેમ્બરના અંતમાં જ્યારે ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો હતો, ત્યારે ચીનની સિનોવેક તેનો સામનો કરવામાં મોટાભાગે નિષ્ફળ રહી હતી. હોંગકોંગ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ અનુસાર સિનોવેક ઓમિક્રોન સામે એન્ટિબોડીઝ વિકસાવવામાં નિષ્ફળ ગયું. વધુમાં તે એવા લોકોમાં પૂરતા સ્તરનું રક્ષણ પૂરું પાડવામાં નિષ્ફળ ગયું કે જેમણે તેના બે ડોઝ પહેલેથી જ મેળવ્યા હતા. ચીની આરોગ્ય અધિકારીઓ માટે આ ચોક્કસપણે સારા સમાચાર નથી, કારણ કે 2021 સુધીમાં તેની 1.6 અબજ વસ્તીને 2.6 મિલિયનથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: CSK vs KKR, IPL 2022 Match Prediction: ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ બંનેમાંથી કોણ કોના પર પડશે ભારે, સંપૂર્ણ રેકોર્ડ

આ પણ વાંચો: IPL 2022, CSK vs KKR, LIVE Streaming: સિઝનની પ્રથમ ટક્કર, જાણો ક્યારે, ક્યા અને કેવી રીતે જોઇ શકાશે

Next Article