Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,091 કેસ નોંધાયા, રિકવરી રેટ 98.25 ટકા

|

Nov 11, 2021 | 12:14 PM

ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા 1,38,556 છે, જે છેલ્લા 266 દિવસમાં સૌથી ઓછી છે. દૈનિક હકારાત્મકતા દર 1.10% છે જે છેલ્લા 38 દિવસથી 2 ટકાથી નીચે છે.

Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,091 કેસ નોંધાયા, રિકવરી રેટ 98.25 ટકા
corona-update-13091-corona-cases-reported-in-last-24-hours-recovery-rate-98-25

Follow us on

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Covid-19) ના 13,091 નવા કેસ નોંધાયા છે.રિકવરી રેટ 98.25 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. બીજી તરફ 24 કલાકમાં 13,878 લોકો કોરોના(Corona)થી સાજા થયા છે, જેની સાથે જ કોરોનાથી સાજા થનારા(recovery rate) લોકોની સંખ્યા વધીને 3,38,00,925 થઈ ગઈ છે.

ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા 1,38,556 છે, જે છેલ્લા 266 દિવસમાં સૌથી ઓછી છે. દૈનિક હકારાત્મકતા દર 1.10% છે જે છેલ્લા 38 દિવસથી 2 ટકાથી નીચે છે. સાપ્તાહિક હકારાત્મકતા દર 1.18% છે, જે છેલ્લા 48 દિવસથી 2 ટકાથી નીચે છે.

મહારાષ્ટ્રમાં નવા કેસ
મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોના વાયરસના 1,094 નવા કેસ નોંધાયા છે અને 17 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે, સંક્રમિત કુલ કેસોની સંખ્યા 66,20,423 પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક વધીને 1,40,447 થઈ ગયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ અંગેની માહિતી આપી છે.

દિલ્હીમાં નવા કેસ
બુધવારે દિલ્હીમાં કોરોના વાયરસના 54 નવા કેસ નોંધાયા હતા, જ્યારે સંક્રમણને કારણે મૃત્યુનો એક પણ નવો કેસ નોંધાયો નથી. તે જ સમયે, સંક્રમણ દર 0.09 ટકા હતો. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દિલ્હીમાં ઓક્ટોબરમાં કોવિડને કારણે માત્ર ચાર લોકોના મોત થયા હતા, જ્યારે સપ્ટેમ્બરમાં સંક્રમણથી પાંચ લોકોના મોત થયા હતા. તે જ સમયે, નવેમ્બરમાં ચેપને કારણે મૃત્યુનો એક પણ કેસ નોંધાયો નથી. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, દિલ્હીમાં અત્યાર સુધીમાં ચેપના 14,40,230 કેસ નોંધાયા છે, જેમાંથી 14.14 લાખથી વધુ દર્દીઓ ચેપથી મુક્ત છે.જ્યારે મૃત્યુઆંક 25,091 પર સ્થિર છે.

ગઈકાલ કરતાં 14.2 ટકા કેસ વધુ
મંગળવારે ભારતમાં કોરોના વાયરસના 11,466 નવા કેસ નોંધાયા હતા. જ્યચારે બુધવારે કોરોનાના 13,091 કેસ નોંધાયા છે. આ સાથે, રિકવરી રેટ 98.25% પર પહોંચી ગયો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં 11,961 લોકોએ કોરોનાને હરાવ્યો હતો, જે પછી કોરોનામાંથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 3,37,87,047 થઈ ગઈ છે. સક્રિય કેસ કુલ કેસના 1 ટકા કરતા ઓછા હતા, આ આંકડો હાલમાં 0.41% છે. સંખ્યાના આધારે, દેશમાં સક્રિય દર્દીઓ 1,39,683 છે, જે છેલ્લા 264 દિવસમાં સૌથી ઓછા છે.

દેશમાં રસીકરણ
રસીકરણની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં 1 અબજ 10 કરોડ 23 લાખ 34 હજાર 225 ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી બુધવારે 57 લાખ 54 હજાર 817 ડોઝ આપવામાં આવ્યા હતા. કોવિન પોર્ટલ અનુસાર, કુલ ડોઝમાંથી અત્યાર સુધીમાં 74 કરોડ 68 લાખ 57 હજાર 853 પ્રથમ ડોઝ અને 35 કરોડ 58 લાખ 66 હજાર 887 સેકન્ડ ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Navsari: ગ્રીડ પાસે આવેલ ગેસ લાઈનમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ પહોંચી ઘટના સ્થળે

આ પણ વાંચોઃ Gold Price Today : આજે અમદાવાદમાં 1 તોલા સોનાની કિંમત 50580 રૂપિયા, લગ્નની સીઝનમાં સોનાંના ભાવમાં ઉછાળો

 

Next Article