Corona: સંશોધનમાં ખુલાસો, ત્વચા પર 21 કલાક તો પ્લાસ્ટીકની સપાટી પર 8 દિવસ સુધી ટકી શકે છે ઓમીક્રોન

|

Jan 26, 2022 | 9:31 PM

સંશોધકોએ અહેવાલ આપ્યો છે કે કોરોના વેરીઅન્ટ પ્લાસ્ટિકની સપાટી પર સરેરાશ 56 કલાક જીવી શકે છે. જ્યારે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટ્સના કિસ્સામાં, આ સમયગાળો અનુક્રમે 191.3 કલાક, 156.6 કલાક, 59.3 કલાક, 114 કલાક અને 193.5 કલાક આંકવામાં આવ્યો છે.

Corona: સંશોધનમાં ખુલાસો, ત્વચા પર 21 કલાક તો પ્લાસ્ટીકની સપાટી પર 8 દિવસ સુધી ટકી શકે છે ઓમીક્રોન
Omicron Variant( PTI pic)

Follow us on

Coronaએક નવા અભ્યાસમાં (Study)  દાવો કરવામાં આવ્યો છે કે સાર્સ-કોવ-2 વાયરસનો એમીક્રોન વેરિઅન્ટ  (Omiron variant) ત્વચા પર 21 કલાક, જ્યારે પ્લાસ્ટિકની સપાટી પર આઠ દિવસ સુધી જીવિત રહી શકે છે. આ વેરિઅન્ટ વધુ સંક્રામક હોવાનું  મુખ્ય કારણ પણ આને જ માનવામાં આવી રહ્યુ છે. આ અભ્યાસ જાપાનની ક્યોટો પ્રીફેક્ચરલ યુનિવર્સિટી ઓફ મેડિસિનનાં સંશોધકો દ્વારા કરવામાં આવ્યો છે.

તેઓએ સાર્સ-કોવ-2 વાયરસના વુહાનમાં જોવા મળેલા વેરિઅન્ટના વિવિધ સપાટીઓ પર ટકી રહેવાની ક્ષમતાની સરખામણી અન્ય ગંભીર સ્વરૂપો સાથે કરી હતી. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે આલ્ફા, બીટા, ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટ્સ ત્વચા અને પ્લાસ્ટિક કોટિંગ પર વાયરસના વુહાન વેરીઅન્ટો કરતાં બમણા કરતાં વધુ સમય સુધી શકે છે. આ જ કારણ છે કે ચીનના વુહાનમાં જોવા મળતા મૂળ વેરિઅન્ટ કરતા આ વેરીઅન્ટથી ચેપનો દર ઘણો વધારે નોંધવામાં આવ્યો છે. જો કે, આ સમયે આ અભ્યાસની સમીક્ષા કરવામાં આવી નથી.

વુહાન વેરિઅન્ટ સરેરાશ 56 કલાક જીવી શકે છે

સંશોધકોએ અહેવાલ આપ્યો છે કે કોરોના વેરીઅન્ટ પ્લાસ્ટિકની સપાટી પર સરેરાશ 56 કલાક જીવી શકે છે. જ્યારે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટ્સના કિસ્સામાં, આ સમયગાળો અનુક્રમે 191.3 કલાક, 156.6 કલાક, 59.3 કલાક, 114 કલાક અને 193.5 કલાક આંકવામાં આવ્યો છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, વુહાન વેરિઅન્ટ ત્વચા પર 8.6 કલાક સુધી ટકી શકે છે. તે જ સમયે, આલ્ફા વેરિઅન્ટ 19.6 કલાક, બીટા વેરિઅન્ટ 19.1 કલાક, ગામા વેરિઅન્ટ 11 કલાક, ડેલ્ટા વેરિઅન્ટ 16.8 કલાક અને ઓમિક્રોન વેરિઅન્ટ 21.1 કલાક ટકી શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઓમિક્રોન જનરેટેડ ઇમ્યુનિટી ડેલ્ટા સામે અસરકારક

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત વ્યક્તિ અસરકારક રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે, જે માત્ર ઓમિક્રોન જ નહીં પરંતુ ડેલ્ટા સહિત અન્ય પ્રકારના વાયરસને પણ બેઅસર કરી શકે છે. ICMR દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ વાત કહેવામાં આવી છે. અભ્યાસ અહેવાલ જણાવે છે કે ઓમિક્રોન દ્વારા ઉત્પન્ન થતી રોગપ્રતિકારક શક્તિ ડેલ્ટા પ્રકારના વાયરસને નિષ્ક્રિય કરી શકે છે. આનાથી આ ડેલ્ટામાંથી ફરીવાર સંક્રમિત થવાનું જોખમ ઘણું ઘટાડે છે. આ સંક્રમણ ફેલાવવાના સંદર્ભમાં ડેલ્ટાના પ્રભુત્વ સમાપ્ત કરશે. જો કે, રિપોર્ટમાં ઓમિક્રોનને લક્ષ્ય બનાવીને રસી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

39 લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો

આ અભ્યાસ કુલ 39 લોકો પર કરવામાં આવ્યો હતો, જેમાંથી 25 એસ્ટ્રાઝેનેકાની એન્ટિ-કોરોનાવાયરસ રસીના બંને ડોઝ મેળવ્યા હતા, જ્યારે આઠ લોકોએ ફાઈઝરની રસીના બંને ડોઝ લીધા હતા અને છ લોકોએ કોરોના વિરોધી રસી લીધી ન હતી. આ સિવાય 39 લોકોમાંથી 28 લોકો UAE, આફ્રિકન દેશો, મધ્ય એશિયા, અમેરિકા અને બ્રિટનથી પરત ફર્યા હતા, જ્યારે 11 લોકો ઉચ્ચ જોખમવાળા સંપર્કમાં હતા. આ તમામ લોકો ઓમિક્રોનથી સંક્રમિત હતા. અભ્યાસમાં મૂળ કોરોના વાયરસથી ફરીથી ચેપ લાગવા માટે IgG એન્ટિબોડી અને ન્યુટ્રલાઇઝિંગ એન્ટિબોડી (NAB) પ્રતિભાવનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમને અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓમિક્રોનથી સંક્રમિત લોકોએ પૂરતી રોગપ્રતિકારક શક્તિ વિકસાવી છે, આ તટસ્થ એન્ટિબોડી ઓમિક્રોન અને ડેલ્ટા સહિત અન્ય પ્રકારના કોરોનાને બેઅસર કરી શકે છે.’ જોકે, આ અભ્યાસ મર્યાદિત છે. તેનું કારણ રસી રહિત સમુહમાં સહભાગીઓની ખૂબ ઓછી સંખ્યા અને સંક્રમણ પછીનો ટૂંકો સમયગાળો છે. રસી વગરના લોકોમાં ઓમિક્રોન સામેની પ્રતિરક્ષા ઓછી થવાનું આ એક કારણ હોઈ શકે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં પ્રજ્ઞા ડી યાદવ, ગજાનન એન સપકાલ, રીમા આર સહાય અને પ્રિયા અબ્રાહમનો સમાવેશ થાય છે. તે 26 જાન્યુઆરીના રોજ Bio-Rxiv પ્રીપ્રિન્ટ સર્વર પર રિલીઝ કરવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો :  Covishield અને Covaxinને ટૂંક સમયમાં બજારમાં લાવવાની મળી શકે છે મંજૂરી, જાણો કેટલી હશે કિંમત?

 

Next Article