Delhi માં 7 જૂન સુધી અમલમાં રહેશે કોરોના કરફ્યુ, પ્રતિબંધો ચાલુ રહેશે

|

May 29, 2021 | 10:25 PM

દેશની રાજધાની દિલ્હી(Delhi)માં 7 જૂનના સવારે પાંચ વાગ્યા સુધી Corona કરફ્યુ વધારવામાં આવ્યો છે. પ્રતિબંધો પહેલાની જેમ ચાલુ રહેશે. જો કે મેન્યુફેકચરીંગ અને બાંધકામ ઉદ્યોગને સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આ માહિતી આપી હતી.

Delhi માં 7 જૂન સુધી અમલમાં રહેશે કોરોના કરફ્યુ, પ્રતિબંધો ચાલુ રહેશે
Delhi માં 7 જૂન સુધી અમલમાં રહેશે કોરોના કરફ્યુ

Follow us on

દેશની રાજધાની દિલ્હી(Delhi)માં 7 જૂનના સવારે પાંચ વાગ્યા સુધી Corona કરફ્યુ વધારવામાં આવ્યો છે. પ્રતિબંધો પહેલાની જેમ ચાલુ રહેશે. જો કે મેન્યુફેકચરીંગ અને બાંધકામ ઉદ્યોગને સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આ માહિતી આપી હતી.

દિલ્હી (Delhi)સરકારે કહ્યું કે પોઝિટિવિટી રેટ ઘટાડવા અને કોરોના ચેપ સાંકળને તોડવા માટે નિયંત્રણોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે દિલ્હી સરકારે બે ઉદ્યોગો – મેન્યુફેકચરીંગ અને બાંધકામને મુક્તિ આપી છે. સરકારે પોતાના આદેશમાં કહ્યું છે કે Coronaના પ્રોટોકોલ મુજબ આ બંને ઉદ્યોગોના કર્મચારીઓને કામ કરવાની છૂટ આપવામાં આવી છે.

.7 જૂન સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ ચાલુ રહેશે

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

દિલ્હી સરકારે કહ્યું કે તે વાયરસના ફેલાવાને અટકાવવા માટે તબક્કાવાર રીતે રાજધાનીને ફરીથી અનલોક કરશે. 7 જૂન સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ ચાલુ રહેશે. આવશ્યક પ્રવૃત્તિઓ અને સેવાઓ માટે આપવામાં આવતી મુક્તિ અગાઉની જેમ ચાલુ રહેશે. આવશ્યક ચીજો અને સેવાઓ સાથે સંકળાયેલા લોકો દ્વારા રાખેલ ઇ-પાસ ટ્રાફિક માટે પહેલાની જેમ માન્ય રહેશે.

દિલ્હીમાં કોરોના ચેપના નવા કેસો 1000 ની નીચે 

આ ઉપરાંત દિલ્હીમાં કોરોના ચેપના નવા કેસો 1000 ની નીચે ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં 956 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 122 લોકોના મોત થયા છે. એક જ દિવસમાં 2380 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે.

દિલ્હીમાં આ નવા કેસો સાથે હવે કોરોનાના કુલ ચેપના કેસોની સંખ્યા 14,24,646 પર પહોંચી ગઇ છે. જ્યારે આ રોગથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 13,87,538 થઈ છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 24,073 થઈ ગઈ છે. હાલમાં દિલ્હીમાં કોરોના ચેપના 13,035 સક્રિય કેસ છે.

પોઝિટિવિટી રેટ 1.19 ટકા

દિલ્હીમાં પોઝિટિવિટી રેટ આજે વધુ ઘટાડો નોંધાયો છે. હવે શહેરમાં પોઝિટિવિટી રેટ 1.19 ટકા પર આવી ગયો છે. શહેરમાં 29 મેના ડેટા અનુસાર 80473 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 56 હજારથી વધુ આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી દ્વારા રસીકરણ ડ્રાઇવનું ઉદઘાટન

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે છત્રસલ સ્ટેડિયમ ખાતે રસીકરણ ડ્રાઇવનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ હાજર હતા. સીએમએ કહ્યું કે, દિલ્હીમાં કેસની સંખ્યા ઘટશે તેમ અમે વધુ પ્રવૃત્તિઓ શરૂ થવા દઇશું. સોમવારથી દિલ્હીમાં અનલોક કરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે, જે અંતર્ગત બાંધકામ અને મેન્યુફેકચરીંગ યુનિટોને નિયમો સાથે કામ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

Published On - 10:18 pm, Sat, 29 May 21

Next Article