CORONA : દેશમાં વેક્સિનેશન માટે ‘Mix and match’પદ્ધતિના અમલીકરણની વિચારણા, જાણો શું છે આ પદ્ધતિ ?

|

May 30, 2021 | 3:36 PM

CORONA : દેશમાં દુનિયાની સૌથી અલગ 'Mix and match' પદ્ધતિનો ઉપયોગ કરવાની વિચારણા ચાલી રહી છે. 'Mix and match' પદ્ધતિ અંતર્ગત લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ એક કંપનીનો આપવાનો રહે છે. જયારે તે જ વ્યક્તિને વેક્સિનનો બીજો ડોઝ અન્ય કંપનીની વેક્સિનનો આપવાનો રહેશે.

CORONA : દેશમાં વેક્સિનેશન માટે Mix and matchપદ્ધતિના અમલીકરણની વિચારણા, જાણો શું છે આ પદ્ધતિ ?
'Mix and match'પદ્ધતિના અમલીકરણની વિચારણા

Follow us on

CORONA : દેશમાં દુનિયાની સૌથી અલગ ‘Mix and match’ પદ્ધતિનો ઉપયોગ કરવાની વિચારણા ચાલી રહી છે. ‘Mix and match’ પદ્ધતિ અંતર્ગત લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ એક કંપનીનો આપવાનો રહે છે. જયારે તે જ વ્યક્તિને વેક્સિનનો બીજો ડોઝ અન્ય કંપનીની વેક્સિનનો આપવાનો રહેશે. ભારતમાં હાલની પરિસ્થિતિને જોતા આ અંગે તાત્કાલિક ધોરણે શોધ હાથ ધરાઇ છે. આ શોધમાં જો સકારાત્મક પરિણામો આવશે તો ‘Mix and match’ પદ્ધતિનો આગળ નિર્ણય લેવાશે.

જો વેક્સિનનું ‘Mix and match’નું પરિણામ સફળ રહ્યું તો દેશના Vaccinationમાં મોટા ફેરફારો જોવા મળશે. હાલમાં અત્યારે દેશના ઘણા લોકોને પ્રથમ ડોઝ એક વેક્સિનનો આપ્યા બાદ બીજો ડોઝ અન્ય વેક્સિનનો આપવા બાબતે અનેક તારણો સામે આવ્યા છે. કેટલીક જગ્યાએ તો લોકોને બે અલગ-અલગ કંપનીના ડોઝ પણ આપી દેવાયા હોવાનું સામે આવ્યું છે. પરંતુ, આવા કિસ્સાઓમાં કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. જે મિક્સ એન્ડ મેચ પદ્ધતિના અમલીકરણ માટે સકારાત્મક હોવાનું મનાઇ રહ્યું છે. આવા લોકોના અભ્યાસ પરથી ધ્યાનમાં આવ્યું છે આવા લોકોમાં રોગપ્રતિકારક શક્તિમાં ઝડપી વધારો નોંધાયો છે. પરંતુ, આ પદ્ધતિના અમલીકરણને લઇને હજુ સચોટ અભ્યાસ ચાલી રહ્યો છે.

Vaccinationમાં બેદરકારી, ‘Mix and match’  યુક્તિને આપ્યો જન્મ ?
દેશમાં હાથ ધરાયેલા Vaccinationના કાર્યક્રમની વ્યવસ્થા પર નજર રાખતી કમિટિના એક સભ્યએ પ્રસિદ્ધ અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ઘણીવાર દેશના વિવિધ રાજ્યોમાંથી એવા કિસ્સા બન્યા હતા કે કેટલાક લોકોને 2 અલગ-અલગ વેક્સિનના ડોઝ અપાયા છે. એવા વ્યક્તિના આરોગ્યની તપાસ હાથ ધરાઇ હતી. ત્યારે તેમા ચોંકાવનારા અને હકારાત્મક પરિણામો સામે આવ્યા છે. જેમાં સામે આવ્યું હતું કે સામાન્ય વેક્સિનેટેડ લોકો કરતા એમનામાં રોગપ્રતિકાર શક્તિ અને મજબૂતીનું નિર્માણ વધુ થયું છે. જેથી ‘Mix and match’ પદ્ધતિ પર યોગ્ય અભ્યાસ હાથ ધરાશે. અને. બાદમાં પ્રાપ્ત થતા પરિણામોના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

‘Mix and match’ વેક્સિનની વ્યવસ્થા અંગે વિચારણા થશે
કોવિડ-19 ટાસ્ક ફોર્સની કમિટિના વરિષ્ઠ સભ્યએ જણાવ્યું કે વિવિધ કંપનીઓની વેક્સિન આપવાથી ‘ઈન્ટરચેન્જેબિલિટી’ થાય છે. આ પદ્ધતિની વધુ તપાસ હાથ ધરવા માટે 2 અલગ-અલગ ટીમનું નિર્માણ કરાશે.અને તેમનામાં સામે આવતા 2 નિર્ણયોને અલગ તારવી દેવાશે. વેક્સિનેશનમાં પણ જો ભૂલમાં 2 અલગ-અલગ કંપનીની વેક્સિન આપી દેવાઇ છે તો પણ હજુ સુધી કોઇનામાં આડઅસર સામે આવી નથી. જો આના સારા પરિણામ દેખાશે તો આ પદ્ધતિ શરૂ કરી દેવાશે.

Next Article