Breaking News: સુપ્રીમ કોર્ટના પાંચ જજને થયો કોરોના, સમલેંગિક કેસની સુનાવણી સ્થગિત

|

Apr 23, 2023 | 5:25 PM

સુપ્રીમ કોર્ટના પાંચ જજ પણ કોરોના સંક્રમિત થયા છે. આવી સ્થિતિમાં સમલૈંગિક લગ્ન માટે કાયદાકીય મંજૂરી માંગતી અરજી પર સુનાવણી કરી રહેલા બે જજ છે. આ મામલે સોમવારે સુનાવણી થવાની હતી પરંતુ હવે તેને ટાળી દેવામાં આવી છે.

Breaking News: સુપ્રીમ કોર્ટના પાંચ જજને થયો કોરોના, સમલેંગિક કેસની સુનાવણી સ્થગિત
supreme court

Follow us on

દેશભરમાં કોરોનાના કેસોમાં ઝડપી ઉછાળો નોંધાયો છે. ત્યારે સુપ્રીમ કોર્ટના પાંચ જજ પણ કોરોના સંક્રમિત થયા છે. આવી સ્થિતિમાં સમલૈંગિક લગ્ન માટે કાયદાકીય મંજૂરી માંગતી અરજી પર સુનાવણી કરી રહેલા બે જજ છે. આ મામલે સોમવારે સુનાવણી થવાની હતી પરંતુ હવે તેને ટાળી દેવામાં આવી છે. પાંચ જજોની બેંચ આ મામલે સુનાવણી કરી રહી હતી. અન્ય કેસોની સુનાવણી પણ પ્રભાવિત થશે.

આ પણ વાંચો: Twitter Blue Tick: એક શરત અને ફરીથી તમને ટ્વિટર પર ફ્રીમાં મળશે બ્લુ ટિક! આ રીતે તમને થશે ફાયદો

સૂત્રોના જણાવ્યા અનુસાર, જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટ, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ જેબી પારડીવાલા એ જજમાં સામેલ છે જેમને કોરોનાનો ચેપ લાગ્યો છે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જસ્ટિસ સૂર્યકાંતને પણ કોરોના થયો હતો. જોકે હવે તેઓ ઈન્ફેક્શન ફ્રી થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, સુનાવણી સ્થગિત થવાની પ્રબળ શક્યતા છે. બીજી બાજુ, જો ન્યાયાધીશ વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરવા માંગે છે, તો કાર્યવાહી ચાલુ રાખી શકે છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે CJI DY ચંદ્રચુડે કહ્યું હતું કે સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરી આપવાના મામલાની સુનાવણી ચાલુ રહેશે. સોમવારથી શુક્રવાર સુધી તેની સુનાવણી થશે. જો કે, હવે જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ રવિન્દ્ર ભટ સંક્રમિત હોવાના કારણે તેમને 24 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે આ બે જજ સિવાય આ બંધારણીય બેંચમાં CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હા સામેલ છે. સુપ્રીમ કોર્ટમાં 20 અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ રાખતા કહ્યું છે કે તે સ્ત્રી અને પુરુષ સિવાયના કોઈપણ વિવાદ સંબંધને મંજૂરી આપશે નહીં.

દેશ- દુનિયાના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…..

Published On - 5:12 pm, Sun, 23 April 23

Next Article