Odisha Train Accident: કોરોમંડલ એક્સપ્રેસ પૂરપાટ ઝડપે હતી, તેને રોકવી શક્ય ન હતી, ઓડિશા ટ્રેન અકસ્માત અંગે રેલવેનું નિવેદન

|

Jun 04, 2023 | 7:25 AM

ભયાનક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 280 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે હજારો મુસાફરો ઘાયલ થયા છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે અને આ દરમિયાન ભારતીય રેલવેનું નિવેદન પણ સામે આવ્યું છે.

Odisha Train Accident: કોરોમંડલ એક્સપ્રેસ પૂરપાટ ઝડપે હતી, તેને રોકવી શક્ય ન હતી, ઓડિશા ટ્રેન અકસ્માત અંગે રેલવેનું નિવેદન
Railway statement on Odisha train accident

Follow us on

Odisha: ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 280 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે હજારો મુસાફરો ઘાયલ થયા છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે અને આ દરમિયાન ભારતીય રેલવેનું નિવેદન પણ સામે આવ્યું છે. રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે ટ્રેન નંબર 12481 કોરોમંડલ એક્સપ્રેસ (Coromandel Express Accident) બહંગા બજાર સ્ટેશનની મુખ્ય લાઇન પરથી પસાર થઈ રહી હતી, તે જ સમયે તે અપ લૂપ લાઇન પર માલસામાન ટ્રેન સાથે અથડાઈ હતી.

આ પણ વાંચો: Breaking News : અમદાવાદ શહેરમાં સવારે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

ટ્રેન પૂરપાટ ઝડપે હતી અને તેને સ્ટેશન પર રોકવી શક્ય ન હતી. પરિણામે 21 કોચ પાટા પરથી ઉતરી ગયા અને 3 કોચ ડાઉન લાઈનમાં ગયા. બીજી ટ્રેન પસાર કરવા માટે દરેક સ્ટેશન પર લૂપ લાઇન છે. બહાનગા બજાર સ્ટેશન પર બે લૂપ લાઇન છે. જ્યારે સ્ટેશન પરથી ટ્રેન પસાર કરવાની હોય ત્યારે કોઈપણ ટ્રેનને લૂપ લાઇન પર ઊભી રાખવામાં આવે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ડાઉન લાઇન ટ્રેન 12864 યશવંતપુર-હાવડા એક્સપ્રેસ બહાનાગા બજાર સ્ટેશનથી પસાર થઈ રહી હતી અને કોરોમંડલ સાથે અથડાઈ હતી. આ પછી હાવડા એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવે અનુસાર, કોરોમંડલ એક્સપ્રેસમાં 1257 લોકોએ રિઝર્વેશન કરાવ્યું હતું જ્યારે હાવડા-યશવંતપુર એક્સપ્રેસમાં 1039 લોકોએ રિઝર્વેશન કરાવ્યું હતું.

બહાનાગા બજાર સ્ટેશન પર કોરોમંડલ એક્સપ્રેસ અને યશવંતપુર હાવડા એક્સપ્રેસને પસાર કરવા માટે, માલસામાન ટ્રેનને સામાન્ય લૂપ લાઇન પર ઊભી કરવામાં આવી હતી. કોરોમંડલ એક્સપ્રેસ મુખ્ય અપ લાઇન પરથી તેજ ગતિએ પસાર થઈ રહી હતી. તે સમયે યશવંતપુર-હાવડા એક્સપ્રેસ પણ ડાઉન લાઇન પરથી પસાર થઈ રહી હતી.

બહાનગા બજાર સ્ટેશન પર કોઈ સ્ટોપેજ નહીં

બહાનગા બજાર સ્ટેશન પર આ ટ્રેનોનું કોઈ સ્ટોપેજ નથી. આવી સ્થિતિમાં બંને ટ્રેનોની સ્પીડ ઝડપી હતી. બહાનગા બજાર સ્ટેશન પરથી પસાર થઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. પાટા પરથી ઉતરેલી કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક ડબ્બા માલસામાન ટ્રેન સાથે અથડાયા હતા.

દુર્ઘટના સમયે ડાઉન લાઇન પરથી પસાર થતી યશવંતપુર-હાવડા એક્સપ્રેસના પાછળના બે ડબ્બા પણ પાટા પરથી ઉતરેલી કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાયા હતા. આ અકસ્માત ભુવનેશ્વર રેલવે સ્ટેશનથી લગભગ 171 કિલોમીટર અને ખડગપુર રેલવે સ્ટેશનથી લગભગ 166 કિલોમીટર દૂર બાલાસોર જિલ્લાના બહંગા બજાર સ્ટેશન પર થયો હતો.

તાત્કાલિક રાહત વાન મોકલી

દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે વિભાગ હરકતમાં આવ્યું હતું. રેલવેના જણાવ્યા અનુસાર, માહિતી મળતાની સાથે જ અકસ્માત રાહત મેડિકલ વાન તેમજ અકસ્માત રાહત ટ્રેનને ઘટનાસ્થળે મોકલવાના આદેશ આપવામાં આવ્યા હતા. ખડગપુર, ભદ્રક, ટાટાનગર, સંતરાગાચી, ખુરદારોડ અને બાલાસોર સ્ટેશનોથી અકસ્માત રાહત ટ્રેનો અને અકસ્માત રાહત મેડિકલ વાન ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article