Coromandel Express Accident: PMએ તાત્કાલિક રેલવે મંત્રીનું રાજીનામું લેવું જોઈએ: રાહુલ ગાંધી

Odisha train accidents : ઓડિશામાં ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે વડા પ્રધાને તાત્કાલિક રેલવે પ્રધાનનું રાજીનામું માંગવું જોઈએ.

Coromandel Express Accident: PMએ તાત્કાલિક રેલવે મંત્રીનું રાજીનામું લેવું જોઈએ: રાહુલ ગાંધી
Rahul Gandhi
| Edited By: | Updated on: Jun 04, 2023 | 6:29 PM

Balasore : ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદથી વિપક્ષ સતત હુમલો કરી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ટ્વીટ કરીને રેલવે મંત્રીના રાજીનામાની માંગ કરી છે. તેમજ રાહુલ ગાંધીએ કહ્યું છે કે 270થી પણ વધુ મૃત્યુ પછી પણ કોઈ જવાબદારી નથી ! મોદી સરકાર આવા દર્દનાક અકસ્માતની જવાબદારી લેવાથી ભાગી શકે નહીં. વડાપ્રધાને તાત્કાલિક રેલવે મંત્રીનું રાજીનામું માંગવું જોઈએ !

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કરીને આ ઘટનાને ભયાનક ગણાવી છે. તેમણે કહ્યું કે આ ભયાનક અકસ્માતને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે. શું ટોચના હોદ્દા પર રહેલા લોકોની જવાબદારી માનવીય અને નૈતિક ધોરણે નક્કી ન થવી જોઈએ ?

વિપક્ષે રેલવે મંત્રીના રાજીનામાની કરી માંગ

તેમણે પૂછ્યું કે નિષ્ણાતો, સંસદીય સમિતિ, કેગના અહેવાલની ચેતવણી અને સૂચનોને અવગણવા માટે કોણ જવાબદાર છે ? પ્રિયંકા ઉપરાંત અન્ય વિપક્ષી નેતાઓએ પણ મોદી સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે પીએમ મોદી અને રેલવે મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ ભયાનક અકસ્માતની આકરી નિંદા કરી છે. તેમણે તેને સદીની સૌથી મોટી ઘટના ગણાવી છે. તેઓ શનિવારે બચાવ કામગીરીની સમીક્ષા કરવા આવ્યા હતા. તેણે રેલવે મંત્રી વૈષ્ણવ અને ત્યાં પહેલાથી હાજર અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી.

પોલીસે અફવા ફેલાવનારાઓને ચેતવણી આપી

સત્તાવાર આંકડાઓ અનુસાર આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે. અને 1000 લોકો ઘાયલ થયા છે. બાલાસોરમાં થયેલા દર્દનાક અકસ્માતને સાંપ્રદાયિક રંગ આપનારાઓને ઓડિશા પોલીસે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માતના અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો