શિક્ષણના કરતા વિવાદોના કારણે ચર્ચામાં રહે છે JNU ! છત્રપતિ શિવાજીની તસવીર ફેંકી દેવાતા હંગામો, જુઓ VIDEO

|

Feb 20, 2023 | 6:59 AM

શિવાજીની જન્મજયંતિએ જ તેમની તસ્વીર નીચે ફેંકવામાં આવતા યુનિવર્સિટી કેમ્પસમાં તણાવ જોવા મળી રહ્યો છે. હાલ કેમ્પસમાં ગુંડાગીરીને લઈ ABVP ના વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપ કર્યા છે.

શિક્ષણના કરતા વિવાદોના કારણે ચર્ચામાં રહે છે JNU ! છત્રપતિ શિવાજીની તસવીર ફેંકી દેવાતા હંગામો, જુઓ VIDEO
Controversy over Shivaji in JNU

Follow us on

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં ફરી એકવાર હંગામો થયો છે. રવિવારે ડાબેરીઓએ JNUમાં સ્ટુડન્ટ્સ યુનિયન ઓફિસમાં વીર શિવાજીના તસવીરને તોડફોડ કરી ફેંકી દેવામાં આવી હતી. આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સામે આવ્યા છે. આ ઘટના પર ABVPએ પણ ટ્વીટ કર્યું છે. હાલ કેમ્પસમાં ડાબેરીઓ અને એબીવીપીના વિદ્યાર્થીઓ વચ્ચે તણાવનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં ABVP નો એક વિદ્યાર્થી કહી રહ્યો છે કે, “અહીં હમણાં જ ડાબેરી ગુંડાઓ દ્વારા શિવાજી અને મહારાણા પ્રતાપજીની તસવીરો પરથી માળા હટાવી દેવામાં આવી છે. આ સાથે અહીં તોડફોડ કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ ઘટનાની નિંદા કરી છે.આપને જણાવી દઈએ કે, એબીવીપીના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં ગુંડાગીરી માટે ડાબેરી વિદ્યાર્થીઓ પર સીધો આરોપ લગાવ્યો છે.

ABVPએ આરોપોને નકારી કાઢ્યા હતા

તો આ તરફ ડાબેરી સમર્થિત JNU સ્ટુડન્ટ્સ યુનિયને આરોપ લગાવ્યો હતો કે IIT  બોમ્બેના વિદ્યાર્થી માટે ન્યાયની માંગણી સાથે નીકળેલી માર્ચ પછી ABVP એ કેટલાક વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. જોકે, ABVP એ આ આરોપને નકારી કાઢ્યો છે. અને ABVPએ ડાબેરી સમર્થિત વિદ્યાર્થી સંગઠનો પર છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.

મહત્વનુ છે કે, ગઈ કાલે શિવાજીની જન્મજયંતિ હતી. PM મોદીએ રવિવારે મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું હતુ કે હિંમત અને સુશાસન અંગેના તેમના વિચારો તેમને પ્રેરણા આપે છે. 1630 માં જન્મેલા શિવાજી તેમની શક્તિ, લશ્કરી પરાક્રમ અને તીવ્ર નેતૃત્વ માટે જાણીતા છે.

Published On - 6:52 am, Mon, 20 February 23

Next Article