અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી હિંડનબર્ગ રિપોર્ટના ઘટસ્ફોટ બાદ વિવાદોમાં ફસાયા છે. આ મામલે કોંગ્રેસ આજે સંસદથી રોડ સુધી વિરોધ પ્રદર્શન કરશે. વિપક્ષી પાર્ટીએ આજે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ની ઓફિસો અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખાઓ સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. પાર્ટીએ શનિવારે એક ટ્વીટ કરીને આ જાણકારી આપી.
કોંગ્રેસે કહ્યું, ‘પીએમ મોદીના મિત્ર અદાણી પર વિશ્વના સૌથી મોટા કૌભાંડનો આરોપ છે. પરંતુ આ સમગ્ર મામલે પીએમ મોદી મૌન છે. કોઈ તપાસ, કોઈ કાર્યવાહી નથી. મોદી સરકારના આ મૌન સામે કોંગ્રેસ આવતીકાલે (6 ફેબ્રુઆરી) દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. જવાબ તૈયાર રાખો, જનતા આવી રહી છે.
PM मोदी के मित्र अडानी पर दुनिया के सबसे बड़े घोटाले का आरोप है।
लेकिन इस पूरे मामले में PM मोदी चुप हैं। न कोई जांच, न कोई कार्रवाई।
मोदी सरकार की इस खामोशी के खिलाफ कांग्रेस कल (6 फरवरी) देशव्यापी विरोध प्रदर्शन करने जा रही है।
जवाब तैयार रखिए, जनता आ रही है।
— Congress (@INCIndia) February 5, 2023
અદાણી જૂથ સામેના આરોપોને લઈને કેન્દ્ર પર તેના હુમલાને વધુ તીવ્ર બનાવતા, કોંગ્રેસે રવિવારે કહ્યું હતું કે આ મુદ્દે મોદી સરકારનું બહેરાશભર્યું મૌન ગૂંચવણની નિશાની છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે રવિવારથી પાર્ટી આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રોજના ત્રણ પ્રશ્નો મૂકશે. તેમણે વડાપ્રધાનને આ મુદ્દે પોતાનું મૌન તોડવા કહ્યું છે.
તમને જણાવી દઈએ કે હિંડનબર્ગ રિસર્ચના ખુલાસા પછી, ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના જૂથ પર નકલી વ્યવહારો અને શેરના ભાવમાં છેડછાડ સહિતના અનેક ગંભીર આરોપો લાગ્યા બાદ અદાણી જૂથના શેરના ભાવમાં ભારે ઘટાડો થયો છે. જ્યારથી હિંડનબર્ગે અદાણી ગ્રૂપ અંગે ખુલાસો કર્યો છે, ત્યારથી કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે. આ કારણે ગયા ગુરુવાર અને શુક્રવારે સંસદમાં ભારે હોબાળો થયો હતો.
આ પહેલા કોંગ્રેસે અદાણી કેસ પર ત્રણ માંગણીઓ મૂકી હતી. આમાં પહેલી માંગ એ હતી કે તપાસ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની દેખરેખ હેઠળ થવી જોઈએ અને દરરોજ રિપોર્ટ સાર્વજનિક થવો જોઈએ. બીજી માંગ એ હતી કે હિંડનબર્ગ રિપોર્ટની તપાસ થવી જોઈએ અને સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવી જોઈએ. બીજી તરફ, અદાણી ગ્રુપમાં LIC, SBI અને અન્ય રાષ્ટ્રીયકૃત બેંકોના રોકાણ પર સંસદમાં ઉંડાણપૂર્વક ચર્ચા થવી જોઈએ, આ ત્રીજી માંગ હતી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે કરોડો લોકોએ એલઆઈસી અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં તેમના પૈસા રોક્યા છે. સરકાર શા માટે સરકારી સંસ્થાઓને આવી કંપનીઓને રોકાણ કરવા અથવા લોન આપવા દબાણ કરે છે, જેનો ખુલાસો હિંડનબર્ગ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ અંગે જેપીસીની રચના થવી જોઈએ. તે જ સમયે, કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું હતું કે જે 45 કરોડ ભારતીય નાગરિકોએ એલઆઈસીમાં નાણાંનું રોકાણ કર્યું છે તેમના રોકાણની સુરક્ષાનો પ્રશ્ન છે.
Published On - 6:49 am, Mon, 6 February 23