રાહુલ ગાંધીએ મણિપુર મુદ્દે PM મોદી પર કર્યો પલટવાર, તમે કઈ પણ બોલાવો, અમે તો INDIA છીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) વિપક્ષની તુલના ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે કરી હતી. આ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) હવે પીએમ પર પલટવાર કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે તમે અમને જે પણ કહો, અમે INDIA છીએ.

રાહુલ ગાંધીએ મણિપુર મુદ્દે PM મોદી પર કર્યો પલટવાર, તમે કઈ પણ બોલાવો, અમે તો INDIA છીએ
Rahul Gandhi
| Edited By: | Updated on: Jul 25, 2023 | 3:53 PM

મણિપુરમાં છેલ્લા ઘણા દિવસોથી હિંસા ચાલી રહી છે. હાલમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યુ છે. ગૃહમાં કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચે મણિપુરને (Manipur) લઈને વાદ વિવાદ થાય છે. આ દરમિયાન મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) વિપક્ષની તુલના ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે કરી હતી. આ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) હવે પીએમ પર પલટવાર કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે તમે અમને જે પણ કહો, અમે INDIA છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, અમે મણિપુરની સ્થિતિને સુધારવાનું કામ કરીશું અને દરેક મહિલા અને બાળકના આંસુ લૂછીશું. અમે લોકોમાં શાંતિ અને પ્રેમ લાવીશું. અમે ભારતની વિચારસરણી મણિપુરમાં લાગુ કરીશું.

 

 

વિપક્ષી ગઠબંધનનું નામ ‘INDIA’ રાખવા પર પ્રહાર

રાહુલ ગાંધીનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે મંગળવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ સંસદીય દળની બેઠકમાં વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાને વિપક્ષી ગઠબંધનનું નામ ‘INDIA’ રાખવા પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ઈન્ડિયન મુજાહિદ્દીનના નામમાં પણ INDIA છે. માત્ર ઈન્ડિયા લખવાથી જ બધું થઈ જતું નથી.

આ પણ વાંચો : Monsoon Session 2023 : શું ફરી શરૂ થઈ શકે છે 1000 રૂપિયાની નોટ ? મંત્રીએ સંસદમાં આ જવાબ આપ્યો

પીએમ મોદીએ ભાજપના સાંસદોની સામે કહ્યું કે, વિપક્ષ આ સમયે હતાશ છે, પરંતુ તમે તમારું કામ કરતા રહો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિપક્ષ જે રીતે આગળ વધી રહ્યો છે તેને જોતા સત્તામાં આવવાની તેમની કોઈ ઈચ્છા નથી.

અમિત શાહ ગૃહમાં નિવેદન આપવા માટે તૈયાર

લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષ દ્વારા સતત હોબાળો થઈ રહ્યો છે. સરકારે મણિપુર મુદ્દે ચર્ચા કરવાની વાત માની લીધી છે. જોકે, હજુ પણ બંને પક્ષો વચ્ચે ગૃહ ચલાવવા માટે કોઈ સમજૂતી થઈ નથી. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહ ગૃહમાં નિવેદન આપવા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષ પોતે ચર્ચા માટે તૈયાર થઈ રહ્યો નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો