જેલમાં નાખીને તમે અમારી હિંમતને તોડી શકશો નહીં, રાહુલ ગાંધીની અટકાયત બાદ કોંગ્રેસનો હુંકાર

|

Jul 26, 2022 | 3:17 PM

Congress Protest Against ED Questioning: ઈડીની પૂછપરછના વિરોધમાં આજે કોંગ્રેસના ઘણા સાંસદોએ સંસદ સંકુલથી વિજય ચોક સુધી રેલી કાઢી હતી. આ રેલીમાં પાર્ટીના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ જોડાયા હતા.

જેલમાં નાખીને તમે અમારી હિંમતને તોડી શકશો નહીં, રાહુલ ગાંધીની અટકાયત બાદ કોંગ્રેસનો હુંકાર
Rahul Gandhi

Follow us on

નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પૂછપરછ માટે ફરી એકવાર ઈડી ઓફિસમાં પહોંચ્યા છે. પાર્ટીના ટોપના નેતાની ઈડીની પૂછપરછના વિરોધમાં આજે ​​કોંગ્રેસના (Congress) કેટલાક સાંસદોએ સંસદ પરિષદથી વિજય ચોક સુધી રેલી કરી હતી. આ રેલીમાં પાર્ટીના નેતા રાહુલ ગાંધી પણ જોડાયા હતા. આ દરમિયાન પોલીસે રેલી કરી રહેલા કોંગ્રેસના ઘણા સાંસદોની અટકાયત કરી હતી. એટલું જ નહીં પોલીસે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને (Rahul Gandhi) પણ કસ્ટડીમાં લીધા છે.

દિલ્હી પોલીસે રાહુલની વિજય ચોક ખાતે અટકાયત કરી હતી, જ્યાં કોંગ્રેસના તમામ સાંસદો સોનિયા ગાંધીની ઈડીની પૂછપરછનો વિરોધ કરી રહ્યા હતા. રાહુલને બસ દ્વારા પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. કસ્ટડીમાં લેવાતા પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અહીં (વિજય ચોક પર) કોંગ્રેસના તમામ સાંસદો આવ્યા હતા. તેમણે બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર વાત કરી. પરંતુ પોલીસ દ્વારા અમને અહીં બેસવા દેવામાં ન આવ્યા. સંસદની અંદર ચર્ચા કરવાની મંજૂરી નથી અને અહીં પોલીસ અમારી ધરપકડ કરી રહી છે.

આ પણ વાંચો

મલ્લિકાર્જુન ખડગેને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘આ મોદીજી અને અમિત શાહજીનું કાવતરું છે કે વિપક્ષને ખતમ કરવા અને અમારો અવાજ બંધ કરાવો છે. અમે આનાથી ડરતા નથી. અમે લડતા રહીશું.’ દિલ્હી પોલીસે મલ્લિકાર્જુન ખડગેને પણ કસ્ટડીમાં લીધા છે. કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું, ‘અમે માગ કરી હતી કે સંસદમાં બેરોજગારી, મોંઘવારી, અગ્નિપથ યોજના અને સરકારી એજન્સીઓના દુરુપયોગ પર ચર્ચા થવી જોઈએ. પરંતુ સરકારે તેનો અસ્વીકાર કર્યો. અમે તેમને કહ્યું કે અમે રાજઘાટ પર તેનો વિરોધ કરીશું. પરંતુ અમને તે પણ મંજૂરી આપવામાં આવી ન હતી. અમે કહ્યું હતું કે અમે રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ આપીશું. પરંતુ આની પણ તેમણે મંજૂરી આપી ન હતી.

સરકારી એજન્સીનો થઈ રહ્યો છે દુરુપયોગ – સચિન પાયલોટ

આ સમગ્ર ઘટનાક્રમ પર કોંગ્રેસના નેતા સચિન પાયલોટે કહ્યું કે, ‘લોકતંત્રમાં પ્રદર્શન કરવું, પોતાની વાત વ્યક્ત કરવાનો દરેકને અધિકાર છે.’ તેમણે કહ્યું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે તે એજન્સીનો દુરપયોગ કરીને વિપક્ષના અવાજને દબાવવા અને કોંગ્રેસના નેતાઓને ટાર્ગેટ કરશે. અમને પૂછપરછથી ડર નથી. કેસમાં કોઈ દમ નથી. દરેક વાતનો સતત જવાબ આપવામાં આવી રહ્યો છે. પરંતુ સરકારી એજન્સીનો દુરુપયોગ થઈ રહ્યો છે.

Next Article