Congress Protest: રાહુલના સમર્થનમાં પ્રદર્શન, હરીશ રાવત સહિત અનેક નેતાઓની કરાઈ અટકાયત

|

Mar 28, 2023 | 11:30 PM

આ દરમિયાન પોલીસે ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત સહિત પાર્ટીના ઘણા નેતાઓની અટકાયત કરી છે. અટકાયત કરાયેલા તમામ કોંગ્રેસી નેતાઓને દિલ્હી પોલીસની વાનમાં લઈ જવામાં આવતા જોવા મળ્યા હતા. આ ઘટના વીડિયો હાલમાં સામે આવ્યા છે.

Congress Protest: રાહુલના સમર્થનમાં પ્રદર્શન, હરીશ રાવત સહિત અનેક નેતાઓની કરાઈ અટકાયત
congress protest

Follow us on

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ થયા બાદ કોંગ્રેસ પાર્ટી સતત કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે. આજે મંગળવારે કોંગ્રેસના નેતાઓએ લાલ કિલ્લા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસે ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત સહિત પાર્ટીના ઘણા નેતાઓની અટકાયત કરી છે. અટકાયત કરાયેલા તમામ કોંગ્રેસી નેતાઓને દિલ્હી પોલીસની વાનમાં લઈ જવામાં આવતા જોવા મળ્યા હતા. આ ઘટના વીડિયો હાલમાં સામે આવ્યા છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, દિલ્હી પોલીસે કોંગ્રેસના નેતાઓને લાલ કિલ્લા પાસે વિરોધ પ્રદર્શન અને કૂચ કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો. જેના કારણે પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. કસ્ટડીમાં લીધા બાદ ઉત્તરાખંડના પૂર્વ સીએમએ તેને લોકશાહીની હત્યા ગણાવી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કોંગ્રેસના નેતાઓની અટકાયત

 

 

 

આ પહેલા કોંગ્રેસના નેતા જયરામ રમેશે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, પાર્ટીના તમામ સાંસદો અને નેતાઓ મંગળવારે સાંજે 7 વાગ્યે લાલ કિલ્લાથી ટાઉન હોલ સુધી ‘લોકતંત્ર બચાવો મશાલ શાંતિ માર્ચ’માં ભાગ લેશે. આ સાથે તેમણે કહ્યું કે, આગામી 30 દિવસમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની ભાગીદારી સાથે દેશભરમાં ‘જય ભારત સત્યાગ્રહ’નું આયોજન કરવામાં આવશે.

સંસદ સદસ્યતા જતા રાહુલ ગાંધીએ ટ્વિટર પ્રોફાઈલમાં કર્યો બદલાવ

રાહુલ ગાંધીને સુરતની અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને બે વર્ષની સજા સંભળાવ્યા બાદ તેમનું લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું. ત્યારે કોંગ્રેસ પાર્ટી આને લોકશાહીની હત્યા ગણાવી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ સાંસદે ટ્વિટર પર પોતાનો બાયો બદલ્યો છે અને પોતાને કોંગ્રેસ પાર્ટીના સભ્ય ગણાવતા, તેમણે પોતાને ડિસ ક્વોલિફાઈડ સાંસદ જાહેર કરી દીધા છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Next Article