લોકસભામાં(Loksabha) કોંગ્રેસના સાંસદ શશિ થરૂર (Shashi Tharoor) અને NCP નેતા સુપ્રિયા સુલેનો (Supriya Sule) વીડિયો વાયરલ થયા બાદ મીમ્સનો વરસાદ શરૂ થયો હતો. વીડિયોમાં નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા બોલતા જોઈ શકાય છે. તે જ સમયે શશિ થરૂર અને સુપ્રિયા સુલે પણ સતત વાત કરતા જોવા મળ્યા હતા. થરૂર સુલેની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા. વીડિયોના (Viral Video) બેકગ્રાઉન્ડમાં કોઈએ ફિલ્મ પુષ્પાનું ગીત ‘તેરી ઝલક શર્ફી’ શેર કર્યું છે. જે થોડી જ વારમાં વાયરલ થઈ ગયો હતો. હવે થરૂરે આ મામલે ટ્વિટ કર્યું છે.
Watch ones Shashi Tharoor in parliament pic.twitter.com/spUtOLYxqV
— Bhavin Shah BJP (@BhavinS09566378) April 7, 2022
આ સાથે તેમણે સ્પષ્ટતા કરી છે કે સુપ્રિયા સુલે અને તેઓ કોઈ પ્રશ્ન પર વાત કરી રહ્યા હતા, કારણ કે લોકસભામાં ભાષણ માટે આગળનો નંબર સુલેનો હતો. તે સમયે ફારુક અબ્દુલ્લા બોલતા હોવાથી તેઓ તેમને ખલેલ પહોંચાડવા માંગતા ન હતા, તેથી તેઓ નમીને સુલેને ધ્યાનથી સાંભળી રહ્યા હતા. સુલેને ટ્વિટર (Twitter) પર ટેગ કરીને થરૂરે હિન્દી ફિલ્મના ગીતના શબ્દો શેર કર્યા. તેણે લખ્યું છે કે, ‘કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના….’
कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना
छोड़ो बेकार की बातों में कहीं बीत ना जाए रैना
कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना!
कुछ रीत जगत की ऐसी है, हर एक सुबह की शाम हुई
तू कौन है, तेरा नाम है क्या, सीता भी यहाँ बदनाम हुई
कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना! @supriya_sule https://t.co/X69vWB7j3u— Shashi Tharoor (@ShashiTharoor) April 7, 2022
કોંગ્રેસના સાંસદ શશિ થરૂર ઘણીવાર સોશિયલ મીડિયા(Social Media) પર અલગ-અલગ કારણોસર ચર્ચામાં રહેતા હતા. મહિલા સાંસદો સાથેની તેમની એક તસવીર પણ ખૂબ ચર્ચામાં રહી હતી. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતુ, ‘કોણ કહે છે કે લોકસભા કામ કરવા માટે આકર્ષક જગ્યા નથી ?’ થરૂરે બાદમાં કહ્યું કે, તેમણે કાર્યસ્થળ પર સંવાદિતા બતાવવા માટે આ લખ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : મની લોન્ડરિંગ કેસમાં ED એ કરી ઓમર અબ્દુલ્લાની પૂછપરછ, કેન્દ્રીય એજન્સીના દુરપયોગનો કરાયો આક્ષેપ