પંજાબમાં PM મોદીની સુરક્ષામાં ખામી મુદ્દે સ્મૃતિ ઈરાનીએ કહ્યું- કોંગ્રેસના ઈરાદા નિષ્ફળ ગયા

|

Jan 05, 2022 | 9:34 PM

પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં રહેલી ખામી પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આજે 5 જાન્યુઆરીએ પંજાબની પવિત્ર ધરતી પર કોંગ્રેસના ઈરાદા નિષ્ફળ ગયા છે. કોંગ્રેસ પીએમ મોદીને નફરત કરે છે, પરંતુ આજે તેઓએ ભારતના વડાપ્રધાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો.

પંજાબમાં PM મોદીની સુરક્ષામાં ખામી મુદ્દે સ્મૃતિ ઈરાનીએ કહ્યું- કોંગ્રેસના ઈરાદા નિષ્ફળ ગયા
Union Minister Smriti Irani

Follow us on

પંજાબમાં (Punjab) પીએમ નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) સુરક્ષામાં ખામી અંગે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ (Union Minister Smriti Irani) કહ્યુ કે, આપણે જાણીએ છીએ કે કોંગ્રેસ (Congress) પીએમ મોદીને બહુ નફરત કરે છે. પીએમની સુરક્ષા માટેના પ્રોટોકોલ હોય છે. પીએમના સુરક્ષા પ્રોટોકોલ (PM’s security protocol) સાથે મજાક કરવામાં આવી છે. પીએમ મોદીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) પ્રશ્ન કર્યો હતો કે, DGPએ PM મોદીના રૂટને કેમ આપ્યું ક્લિયરન્સ ? આપણા દેશના ઈતિહાસમાં અગાઉ ક્યારેય કોઈ રાજ્ય સરકારે જાણી જોઈને PMને નુકસાન પહોંચતું હોય તેવું દૃશ્ય બનાવ્યું નથી.

પંજાબના કાયદો વ્યવસ્થા પર સવાલ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ (Union Minister Smriti Irani) કહ્યુ કે, કોંગ્રેસ ઈરાદાઓ સાથે કામ કરે છે. જેઓ વડાપ્રધાનને નફરત કરે છે તેઓ આજે તેમની સુરક્ષામાં તોડફોડ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પંજાબમાં કાયદો અને વ્યવસ્થા એટલી ખરાબ છે કે DGP દાવો કરે છે કે તેઓ PMO અને PMને સુરક્ષાની વિગતો આપી શકતા નથી. કોંગ્રેસે જવાબ આપવો જોઈએ. પંજાબ પોલીસે (Punjab Police) સુરક્ષા ટુકડી સામે ખોટું બોલ્યા. શું સુરક્ષા ટુકડી સમક્ષ જાણી જોઈને જૂઠું બોલવામાં આવ્યું હતું? પીએમની કાર સુધી વિરોધીઓ કેવી રીતે પહોંચ્યા? સુરક્ષા બંદોબસ્ત બાદ કોંગ્રેસીઓ ઉજવણી કરી રહ્યા છે, આ ઉજવણી શેની કરી રહ્યા છે? કોંગ્રેસ નેતાએ લખ્યું કે હાઉઝ ઘ જોશ ? પીએમને ચૂંટણીમાં રાજકીય રીતે હરાવવા જોઈએ, પણ આવુ ષડયંત્ર કેમ રચ્યુ ?

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મોદીના પ્રવાસ દરમિયાન શુ થયુ હતુ ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( PM Modi ) પંજાબ પ્રવાસ દરમિયાન તેમનો કાફલો 20 મિનિટ સુધી ઓવરબ્રિજ પર અટવાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ધારિત રૂટ ઉપર આવતા હુસેનીવાલાથી 30 કિલોમીટર પૂર્વે રસ્તો બ્લોક (Road block) કરાયેલો હતો. આ ઘટનાને વડાપ્રધાનની સુરક્ષાવ્યવસ્થામાં (PM’s security) ખામીની દ્રષ્ટિએ જોવામાં આવી રહી છે. પંજાબ સરકારને,(Government of Punjab) વાડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસની સંપૂર્ણ રૂપરેખાથી વાકેફ હતી. આ ઘટનાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફિરોઝપુરની રેલીને (Ferozepur Rally) રદ કરવાની ફરજ પડી છે.

આ પણ વાંચોઃ

પંજાબ પ્રવાસ દરમિયાન PM મોદીની સુરક્ષામાં મોટી ખામી, વિરોધીઓએ કર્યો રસ્તો બ્લોક, PM ફ્લાયઓવર પર અટવાયા

આ પણ વાંચોઃ

તમારા CMને આભાર કહેજો, હું ભટિંડા એરપોર્ટ સુધી જીવિત પરત ફર્યોઃ મોદી

 

Published On - 6:10 pm, Wed, 5 January 22

Next Article