3 રાજ્યમાં કોંગ્રેસને મળી કારમી હાર, શોક માટે કે શોખ માટે વિદેશ પ્રવાસ ઉપડ્યા રાહુલ ગાંધી?

મલ્લિકાર્જૂન ખડગે ભલે કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટાયા છે પણ બધા જ લોકો જાણે કે દરેક મોટા નિર્ણય રાહુલ ગાંધી પર નિર્ભર છે. જ્યારે પાર્ટીને એક કડક મેસેજ આપવાની જરૂર છે, ત્યારે રાહુલ ગાંધી 9થી 14 ડિસેમ્બર સુધી હાજર રહેશે નહીં.

3 રાજ્યમાં કોંગ્રેસને મળી કારમી હાર, શોક માટે કે શોખ માટે વિદેશ પ્રવાસ ઉપડ્યા રાહુલ ગાંધી?
| Edited By: | Updated on: Dec 08, 2023 | 6:59 PM

રાહુલ ગાંધી ફરી વિદેશ પ્રવાસ પર જવા માટે રવાના થવાના છે. ત્યારે મહત્વની વાત એ છે કે તાજેત્તરમાં જ 3 રાજ્ય મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસને હાર મળી છે અને હાર બાદ હવે મંથન ચાલી રહ્યુ છે, તેની વચ્ચે હવે 9 ડિસેમ્બરે રાહુલ ગાંધી ઈન્ડોનેશિયા, સિંગાપુર, મલેશિયા અને વિયતનામના પ્રવાસ પર રહેશે.

રાહુલ ગાંધીનો પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે 3 રાજ્યમાં કોંગ્રેસને કારમી હાર મળી છે અને સંસદનું શિયાળુ સત્ર પણ ચાલી રહ્યુ છે. ત્યારે ઘણા કોંગ્રેસ નેતા અને ‘ઈન્ડિયા’ ગઠબંધનના સાથી રાહુલ ગાંધીના આ પ્રવાસ પર સવાલો પણ ઉઠાવી રહ્યા છે. સવાલો ઉઠી રહ્યા છે કે જે સમયે રાહુલ ગાંધીને અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ અને કમલનાથની સામે કાર્યવાહી કરવામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેનો સાથ આપવો જોઈએ. ત્યારે તે વિદેશ પ્રવાસ પર નીકળી રહ્યા છે. સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે આ 3 જ નેતાઓના કારણે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની હાર થઈ છે.

અશોક ગેહલોત, કમલનાથ અને ભૂપેશ બઘેલ પર કોંગ્રેસ નેતૃત્વને અંધારામાં રાખીને અને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સારા પ્રદર્શનની તસ્વીરો બતાવવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ 3 ડિસેમ્બરે પરિણામના દિવસે જશ્ન મનાવવા માટે દિલ્હીના બંગાળી બજારમાંથી લાડુ પણ ખરીદી લીધા પણ દુર્ભાગ્યપૂર્ણ રીતે જશ્નનો મોકો જ ના મળ્યો.

મલ્લિકાર્જૂન ખડગે ભલે કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટાયા છે પણ બધા જ લોકો જાણે કે દરેક મોટા નિર્ણય રાહુલ ગાંધી પર નિર્ભર છે. જ્યારે પાર્ટીને એક કડક મેસેજ આપવાની જરૂર છે, ત્યારે રાહુલ ગાંધી 9થી 14 ડિસેમ્બર સુધી હાજર રહેશે નહીં.

પાર્ટીને લાગે છે કે ખડગે અને રાહુલ ગાંધીને કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતાઓ અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢના કોંગ્રેસ પ્રમુખોનું રાજીનામું માગવામાં સમય બરબાદ ના કરવો જોઈએ. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અને પીસીસી પ્રમુખ હારના કારણોને લઈ રિપોર્ટ તૈયાર કરવા, હારના કારણો પર આત્મમંથન કરવા અને ચૂંટણી પરિણામોને લઈ વાતચીત કરવામાં સમય ખર્ચ કરવા ઈચ્છે છે. આવુ કરવા પર તેમને ના માત્ર થોડો સમય મળશે પણ તે પોતાને બચાવવા માટેના રસ્તા પણ શોધી લેશે.

ઉલ્લેખનીય છે કે આ કોઈ સંયોગ નથી પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણી પહેલા જ રાહુલ ગાંધીનો ઈન્ડોનેશિયા, સિંગાપુર, મલેશિયા અને વિયતનામનો પ્રવાસ મહિનાઓ પહેલા જ નક્કી થઈ ગયો હતો અને તે વિયતનામની કમ્યુનિસ્ટ પાર્ટી અને ભારતીય સમુદાયના આમંત્રણ પર જઈ રહ્યા છે. તેથી તેમની યાત્રા પર સવાલ ના ઉઠાવવો જોઈએ. તમને જણાવી દઈએ કે 9 ડિસેમ્બરે તેલંગાણામાં રેવંત રેડ્ડી મુખ્યપ્રધાન પદના શપથ પણ લેશે અને રાહુલ ગાંધી આ સમારોહમાં પણ સામેલ થાય તેવી શક્યતાઓ ઓછી છે.

Published On - 6:57 pm, Tue, 5 December 23