Congress Chintan Shivir: સોનિયા ગાંધીએ પીએમ મોદીનું નામ લઈને સરકાર પર પ્રહાર કર્યા, મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દા પર કરી વાત

|

May 13, 2022 | 3:32 PM

ભાજપ (BJP) દેશની એકતાના વિચારને તોડી રહી છે, રાજકીય વિરોધીઓની સામે સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આજે દેશમાં લઘુમતીઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે.

Congress Chintan Shivir: સોનિયા ગાંધીએ પીએમ મોદીનું નામ લઈને સરકાર પર પ્રહાર કર્યા, મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દા પર કરી વાત
Sonia Gandhi

Follow us on

સોનિયા ગાંધીએ રાજસ્થાનના (Rajasthan) ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં કહ્યું કે, ચિંતન શિબિર પોતાનામાં ઐતિહાસિક છે, આ તે સમય છે જ્યારે આપણે દેશની વર્તમાન પરિસ્થિતિ અને પડકારોની ચર્ચા કરીએ છીએ. દેશના વર્તમાન વિષયો અને પક્ષના સંગઠન સ્તર પર ચિંતન કરવાની તક છે. વડાપ્રધાન મોદી (Narendra Modi) અને તેમની સરકારની વાસ્તવિકતા સામે આવી ગઈ છે. હાલમાં ભાજપ સરકારમાં સતત ધ્રુવીકરણનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આજે દેશમાં લઘુમતીઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે.

ભાજપ દેશની એકતાના વિચારને તોડી રહી છે, રાજકીય વિરોધીઓની સામે સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાજપ જવાહરલાલ નેહરુના વિચાર અને બલિદાનને નકારીને ગાંધીજીના દેશમાં બંધારણીય માળખાને તોડવાનું કામ કરી રહી છે. દેશમાં નબળા વર્ગો, દલિતો, આદિવાસીઓ અને મહિલાઓ પર સતત અત્યાચાર થઈ રહ્યા છે, નાગરિક સમાજ અને મીડિયામાં ભયનું વાતાવરણ સર્જાયું છે.

નફરતની આગ ભડકાવવામાં આવી રહી છે

સોનિયા ગાંધીએ કહ્યું, દેશના બંધારણીય મૂલ્યોને ઘટાડવાની સાથે જ નફરતની આગ ભડકાવવામાં આવી રહી છે જે દેશની સામે એક ગંભીર સમસ્યા છે. દેશની મોટાભાગની વસ્તી ભાઈચારો, શાંતિ ઈચ્છે છે પરંતુ ભાજપ સતત સાંપ્રદાયિકતાનો વાયરસ ફેલાવી રહ્યું છે. દેશની આર્થિક સ્થિતિને જોતા યુવાનોને રોજગાર આપવી એ સરકારની પ્રાથમિકતા હોય તે જરૂરી છે, પરંતુ એવું થઈ રહ્યું નથી. દેશને નોટબંધીના મારનો સામનો કરવો પડ્યો છે. દેશના ખેડૂતો સાથે કોંગ્રેસ રોડથી સંસદ સુધી લડી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં મોંઘવારી, પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી રહી છે, જેના કારણે કરોડો લોકોની કમર તૂટી ગઈ છે. કોંગ્રેસ સંગઠને સમયાંતરે દેશની સ્થિતિનો જવાબ પોતાની સુગમતા સાથે આપ્યો છે. આજે અમારૂ સંગઠન જે સંજોગોનો સામનો કરી રહી છે તે અસાધારણ છે અને તે જ રીતે તેનો સામનો કરી શકાય છે. અમારા સંગઠનને સુધારા, વ્યૂહરચનામાં ફેરફાર, માળખાકીય સુધારા અને સંગઠનમાં કામ કરવાની રીતમાં ફેરફારની સખત જરૂર છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસનું પુનરુત્થાન આપણા સામૂહિક પ્રયાસોથી જ થઈ શકે છે. ચિંતન શિબિર આ દિશામાં એક પ્રભાવશાળી પગલું છે. આજે આપણે આપણા અંગત હિતો અને આકાંક્ષાઓને સંગઠનના હિત હેઠળ રાખવાની છે, પક્ષે આપણને ઘણું આપ્યું છે, હવે ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. દરેક વ્યક્તિએ અહીં ખુલ્લેઆમ પોતાના વિચારો રાખવા જોઈએ, પરંતુ સંગઠનની તાકાત અને એકતાનો સંદેશ બહાર જવો જોઈએ. વ્યક્તિગત અને સામૂહિક રીતે દેશના રાજકારણમાં અમે કોંગ્રેસને એવી જ ભૂમિકામાં લાવીશું જે દેશની જનતા અમારી પાસેથી અપેક્ષા રાખે છે.

Published On - 3:32 pm, Fri, 13 May 22

Next Article