Uttar Pradesh: વિધાનસભા ચૂંટણી 2022 પહેલા કોંગ્રેસ અને બસપાને લાગ્યો મોટો ઝટકો, અનેક નેતા અને પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા

|

Oct 23, 2021 | 5:30 PM

ભાજપના પ્રદેશ મીડિયા પ્રભારી મનીષ દીક્ષિતે શનિવારે જણાવ્યું કે પાર્ટીના પ્રદેશ મુખ્ય મથકમાં વિવિધ જિલ્લાથી આવેલ પૂર્વ ધારાસભ્યો, પૂર્વ ઉમેદવાર અને પ્રમુખ નેતાઓને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે પાર્ટીમાં સભ્યતા ધારણ કરાવી હતી.

Uttar Pradesh: વિધાનસભા ચૂંટણી 2022 પહેલા કોંગ્રેસ અને બસપાને લાગ્યો મોટો ઝટકો, અનેક નેતા અને પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા

Follow us on

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) બિજનોરથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા ડો. ઈન્દ્રદેવ સિંહ સહિત લગભગ દોઢ ડઝન કોંગ્રેસ (Congress) નેતા અને બહુજન સમાજ પાર્ટી (BSP) સહિત વિવિધ દળોના નેતા, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ ઉમેદવાર અને સંગઠનોના પદાધિકારી શનિવારે ભાજપ(BJP)માં સામેલ થયા છે.

 

ભાજપના પ્રદેશ મીડિયા પ્રભારી મનીષ દીક્ષિતે શનિવારે જણાવ્યું કે પાર્ટીના પ્રદેશ મુખ્ય મથકમાં વિવિધ જિલ્લાથી આવેલ પૂર્વ ધારાસભ્યો, પૂર્વ ઉમેદવાર અને પ્રમુખ નેતાઓને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે પાર્ટીમાં સભ્યતા ધારણ કરાવી હતી.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

 

મનીષ દીક્ષિત અનુસાર બિજનોરના પૂર્વ ધારાસભ્ય ડો.ઈન્દ્રદેવ સિંહ, નગીના (સુરક્ષિત) સીટથી પૂર્વ ધારાસભ્ય સતીશ કુમાર, જાલૌનના પૂર્વ ધારાસભ્ય છોટે સિંહ ચૌહાણ, હરદોઈના કોંગ્રેસ ઉમેદવાર ઓમેન્દ્ર કુમાર વર્મા, સંતકબીરનગરના સામાજિક કાર્યકર્તા અંકુર રાજ તિવારી, બહુજન સમાજ પાર્ટીના ઝોનલ કોઓર્ડિનેટર રંજન કુમાર ચૌધરી, હરદોઈ ગોપામઉની પૂર્વ ઉમેદવાર મીના કુમારી, દેવરિયાના પથરદેવાથી પૂર્વ બીએસપી ઉમેદવાર નીરજ કુમાર વર્માએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

 

કાસગંજથી ત્રણ વખત ચેરમેન રહેલી શશિલતા પણ ભાજપમાં સામેલ

મનીષ દીક્ષિતએ આગળ જણાવ્યું કે કાસગંજ નગર પાલિકામાં ત્રણ વખત ચેરમેન રહેલી શશિલતા ચૌહાણ, સહારનપુરના સુશીલ ચૌધરી, ગૌતમબુદ્ધ નગરના કુલદીપ ભાટી, જાલૌનના કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય મહેશ તિવારી.

 

આમ આદમી પાર્ટીના કાનપુરના નેતા રોહિતા સક્સેના, જાલૌનના પૂર્વ લોકસભા ઉમેદવાર ગિરીશ અવસ્થી, બિજનૌરથી કોંગ્રેસ નેતા રોહિત કુમાર રવિ અને પ્રધાન સંઘના અધ્યક્ષ અને લખનઉના અટારી ગ્રામની પ્રધાન સંયોગિતા ચૌહાણ પણ પોતાના સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા છે. આ પ્રસંગે ભાજપના પ્રદેશ મહામંત્રી ગોવિંદ નારાયણ શુક્લ અને પ્રદેશ સહ મીડિયા પ્રભારી હિમાંશુ દુબે પણ હાજર રહ્યા હતા.

 

લોકોનો ભાજપ પર વિશ્વાસ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે બીએસપી, કોંગ્રેસ અને સપાથી આવેલા નેતાઓને પાર્ટીમાં સભ્યપદ ગ્રહણ કરાવ્યું અને કહ્યું કે જે પ્રકારે અલગ-અલગ દળોના નેતા ભાજપમાં સામેલ થઈ રહ્યા છે તે જનતાનો ભાજપ પર વિશ્વાસ દર્શાવે છે.

 

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ ખેડૂતો અને મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- ‘સરકાર નાકામ હતી અને નાકામ છે’

 

આ પણ વાંચો: સપ્ટેમ્બરમાં 20 ટકા ઘટ્યા કોરોના કેસ, કેરળની સ્થિતિ ચિંતાજનક, જાણો શું છે ઓક્ટોબરના આંકડા

Next Article