ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ઇટાવા જિલ્લાના ભરથાણા રેલવે સ્ટેશન પાસે શનિવારે બપોરે એક માલગાડીનો અકસ્માત થયો હતો અને માલગાડીના 13 વેગન પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે આ રૂટ પર ટ્રેનોની અવર-જવરને અસર થઈ છે. મળતી માહિતી મુજબ, ભરથાણા રેલવે સ્ટેશન (Bharthana railway station) પાસે માલગાડીના 13 વેગન પાટા પરથી ઉતરી ગયા હતા અને વેગનમાં રાખેલો કોલસો પાટા પર વિખરાઈ ગયો હતો અને તેના કારણે ઘણા ટ્રેક તૂટી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, માલગાડી કોલસો ભરીને કાનપુરથી (Kanpur) દિલ્હી જઈ રહી હતી અને આ દુર્ઘટનાની જાણકારી મળતા જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર દિલ્હી, આગ્રા અને ઝાંસીથી પણ અકસ્માત રાહત ટ્રેનને રવાના કરવામાં આવી છે અને મોડી સાંજ સુધીમાં ટ્રેકને ઠીક કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે, આ દુર્ઘટનાને કારણે દિલ્હી અને હાવડા રેલવે લાઇનને અસર થઈ છે. મળતી માહિતી મુજબ, પાટા પરથી ઉતર્યા બાદ કોલસો વિખરાઈ ગયો હતો (Train Accident) અને ટ્રેકને પણ નુકસાન થયું હતું. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવશે અને આ દુર્ઘટના બાદ આ રૂટ પર ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે. કાળઝાળ ગરમીના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને રેલવેની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ટ્રેક રિપેર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.
નોંધપાત્ર રીતે દિલ્હી-હાવડા રેલ માર્ગ સૌથી વ્યસ્ત માર્ગ છે અને આ માર્ગ પરથી દરરોજ સેંકડો ટ્રેનો પસાર થાય છે. ભરથાણામાં ટ્રેક ક્ષતિગ્રસ્ત થતાં ટ્રેનો મોડી દોડી રહી છે અને ગરમીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે, રેલવે કર્મચારીઓ યુદ્ધના ધોરણે ટ્રેક રીપેરીંગના કામમાં લાગેલા છે અને સાંજ સુધીમાં ટ્રેકને ઠીક કરી દેવામાં આવશે.
નોંધનીય છે કે, 14 જાન્યુઆરીએ ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસ ટ્રેનને ગુરુવારે સાંજે પશ્ચિમ બંગાળના મૈનાગુરીમાં અકસ્માત થયો હતો અને તેના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પટના-ગુવાહાટી બિકાનેર એક્સપ્રેસ મૈનાગુડી અને દોમોહાની રેલવે સ્ટેશનો વચ્ચે પાટા પરથી ઉતરી ગઈ હતી. જેમાં અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
Published On - 3:32 pm, Sat, 30 April 22