યુપીના સીએમ યોગી આદિત્યનાથે ફરી એકવાર પાકિસ્તાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. શુક્રવારે યુપીમાં ડિફેન્સ કોરિડોરના વખાણ કરતા તેમણે કહ્યું કે એકવાર અહીં બનેલી તોપો ગર્જના કરશે તો પાકિસ્તાન દુનિયાના નકશા પરથી આપોઆપ ગાયબ થઈ જશે. સીએમ યોગી આદિત્યનાથ બુંદેલખંડ પ્રદેશના બાંદા ખાતે કાલિંજર મહોત્સવના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. સમારોહને સંબોધતા તેમણે કહ્યું કે બુંદેલખંડ એક્સપ્રેસ વે આ પ્રદેશને વિકાસ સાથે જોડવા માટે બનાવવામાં આવ્યો છે. હવે ચિત્રકૂટ અને દિલ્હી વચ્ચેનો મુસાફરીનો સમય ઘટીને માત્ર સાડા પાંચ કલાક થઈ જશે.
યોગી આદિત્યનાથે કહ્યું કે ઉત્તર પ્રદેશ ડિફેન્સ કોરિડોર એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, જેનો ઉદ્દેશ્ય વિદેશી સપ્લાયર્સ પર ભારતીય એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રની નિર્ભરતા ઘટાડવાનો છે. તેમણે કહ્યું કે તેની શરૂઆત 11 ઓગસ્ટ 2018ના રોજ અલીગઢમાં યોજાયેલી બેઠકમાં સંરક્ષણ ઉત્પાદનમાં 3,700 કરોડ રૂપિયાથી વધુના રોકાણની જાહેરાત સાથે થઈ હતી.
આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે પાકિસ્તાન ધરતી પર બોજ છે. તેણે શક્ય તેટલી વહેલી તકે પોતાની જાતને ભારતની અંદર ભેળવી દેવુ જોઈએ. એ પાકિસ્તાનના લોકોના હિતમાં હશે. સીએમ યોગીએ કહ્યું હતું કે, તે નિશ્ચિત છે કે એક દિવસ અખંડ ભારત રાષ્ટ્રનું નિર્માણ થશે, તેને કોઈ રોકી શકતું નથી.
યોગી માટે અંબાણીએ ખોલ્યો પટારો, 75,000 કરોડના મૂડીરોકાણની સાથે 5Gની આપી ભેટ
સીએમ યોગીએ પાકિસ્તાનમાં ચાલી રહેલી ગરીબી અંગેના સવાલ પર કહ્યું, શ્રી અરવિંદે પાકિસ્તાન વિશે સ્પષ્ટ જાહેરાત કરી હતી કે, આધ્યાત્મિક દુનિયામાં પાકિસ્તાનની કોઈ વાસ્તવિકતા નથી. જેની પાસે વાસ્તવિકતા નથી, તે આટલા દિવસો સુધી ટકી રહે તો પણ ગર્વની વાત છે. જ્યાં સુધી તે પૃથ્વી પર રહેશે ત્યાં સુધી તે પૃથ્વી પર બોજ બનીને રહેશે. એટલા માટે જો તે શક્ય તેટલી વહેલી તકે ભારતની અંદર તેને એકીકૃત કરે તો તે યોગ્ય રહેશે.
પાકિસ્તાન મોંઘવારી સામે ઝઝૂમી રહ્યું છે. પેટ્રોલની કિંમત 272 રૂપિયા પ્રતિ લીટરના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી છે, જ્યારે ડીઝલ 280 રૂપિયા પ્રતિ લીટર છે. પાડોશી દેશમાં સ્થિતિ કાબૂ બહાર થઈ રહી છે. જિયો ટીવીએ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાનમાં ડીઝલની કિંમતમાં 17.20 રૂપિયાનો વધારો થયો છે, ત્યારબાદ ડીઝલની કિંમત 280 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
પાકિસ્તાનના નાણા વિભાગે કહ્યું કે પેટ્રોલની કિંમતમાં 22.20 પાકિસ્તાની રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તે જ સમયે, કેરોસીન તેલની કિંમત હવે 202.73 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લાઈટ ડીઝલ તેલની કિંમત 196.68 પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.