કોરોનાથી હાહાકાર : પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી આજે PM મોદી સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક

|

Jan 07, 2022 | 1:50 PM

ગુરુવારે હાવડામાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત વિશે માહિતી આપી હતી. પશ્ચિમ બંગાળમાં એક દિવસમાં 15 હજારથી વધુ કેસ નોંધાતા હાલ તંત્રની ચિંતા વધી છે.

કોરોનાથી હાહાકાર : પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી આજે PM મોદી સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક
Mamata banerjee to attend virtual meeting with pm modi

Follow us on

West Bengal Corona Alert: કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વાર સમગ્ર દેશમાં કોરોનાએ (Corona) હાહાકાર મચાવ્યો છે.ત્યારે પશ્ચિમ બંગાળમાં (West Bengal) પણ કોરોનાના વધતા કેસે તંત્રની ચિંતા વધારી છે. ગુરુવારે રાજ્યમાં એક જ દિવસમાં 15 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 19 દર્દીઓના મોત થયા છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈને આજે મુખ્યમંત્રી મમતા બેનર્જી(CM Mamata Banerjee)  વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરશે.

ગુરુવારે હાવડા જિલ્લામાં એક પત્રકાર પરિષદને સંબોધતા બેનર્જીએ મોદી સાથેની તેમની મુલાકાત વિશે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ગુરૂવારે કોરોના સંક્રમણના 15421 નવા કેસ (Corona) નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 16,93,744 થઈ ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળમાં કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 19 લોકોના મોત થયા છે. જે બાદ રાજ્યમાં મૃત્યુઆંક વધીને 19,846 પર પહોંચી ગયો છે.

રાજધાની કોલકાતામાં સૌથી વધુ કેસ નોંધાયા

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાંથી (Kolkata)કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ગુરૂવારે કોલકાતામાં સૌથી 6,569 નવા કેસ સામે આવ્યા છે. એટલે કે 15421 નવા કેસમાંથી 6,569 કેસ માત્ર કોલકાતામાં નોંધાયા છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે પીએમ મોદી કોલકાતામાં ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે અને કોરોનાની સ્થિતિને(Covid Condition)  લઈને CM મમતા સાથે પણ વર્ચ્યુઅલ બેઠક કરશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

530 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા કેમ્પસનુ ઉદ્ઘાટન કરશે PM મોદી

PM મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનુ ઉદ્ઘાટન કરશે. તમને જણાવી દઈએ કે,આ સંકુલ 530 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. જેમાંથી લગભગ 400 કરોડ રૂપિયા કેન્દ્ર દ્વારા અને બાકીના પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. આ પહેલથી દેશના પૂર્વ અને ઉત્તર-પૂર્વ વિસ્તારના કેન્સરના દર્દીઓને ઘણી સુવિધા મળશે. આ નવા કેમ્પસમાં 460 બેડ સાથેનું સર્વગ્રાહી કેન્સર યુનિટ છે. જે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.

આ પણ વાંચો : Corona case in India : 7 મહિના પછી માત્ર 8 દિવસમાં કોરોના કેસ 10 હજારથી વધીને 1 લાખ , PM MODI સંબોધશે રાજ્યનાં CM સાથે બેઠક

Next Article