Corona case in Delhi : દિલ્હીમાં કોરોનાના કેસ વધતા આજે CM કેજરીવાલ કરશે બેઠક, ‘GRAP’ સિસ્ટમ લાગુ કરવા પર વિચાર કરી શકે

|

Dec 28, 2021 | 11:10 AM

દિલ્હીમાં કોરોનાના 331 કેસ હતા અને સંક્ર્મણ દર 0.68% પર પહોંચી ગયો હતો. હાલમાં, બે દિવસ માટે પોઝિટિવિટી દર 0.5% થી વધુ નોંધાઈ રહ્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલ આજે કોરોનાને લઈને બેઠક કરશે.

Corona case in Delhi : દિલ્હીમાં કોરોનાના કેસ વધતા આજે CM કેજરીવાલ કરશે બેઠક, GRAP સિસ્ટમ લાગુ કરવા પર વિચાર કરી શકે
Delhi CM Arvind Kejriwal

Follow us on

દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) છેલ્લા 24 કલાકમાં કોરોનાના 331 કેસ નોંધાયા છે. જ્યાં ઓમિક્રોનના (Omicron) મામલામાં દિલ્હી 142 કેસ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં, પોઝિટીવીટી રેટ 0.55% થતા જ સરકાર દ્વારા નાઇટ કર્ફ્યુ અમલમાં મુકવામાં આવ્યું છે. તે જ સમયે, આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) કોરોના પર ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરશે. તેમજ દિલ્હી સચિવાલયમાં બપોરે 12.00 કલાકે બેઠક મળશે. જોકે આ બેઠકમાં GRAPના અમલીકરણ અંગે વિચારણા થઈ શકે છે.

રાજધાનીમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા દિલ્હી સરકાર કાર્યવાહીના મૂડમાં દેખાઈ રહી છે. ત દિલ્હીના સૌથી મોટા બજારો પૈકી એક ઓખલા મંડીમાં ગ્રાહકો અને દુકાનદારો કોઈપણ કોરોના માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં દિલ્હીમાં સતત 2 દિવસ સુધી કોરોના સંક્રમણનો દર 0.5% થી ઉપર છે. તે જ સમયે ગઈકાલે દિલ્હીમાં કોરોનાના 331 કેસ હતા અને સંક્ર્મણ દર 0.68% પર પહોંચી ગયો હતો. હાલમાં, બે દિવસ માટે પોઝિટિવિટી દર 0.5% થી વધુ નોંધાઈ રહ્યો છે. તે જ સમયે, કોરોનાના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને, સરકાર દ્વારા GRAP એક્શન પ્લાન લાગુ કરવામાં આવી શકે છે.

GRAP સિસ્ટમ શું છે?
કોરોનાના સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને DDMA એ જુલાઈમાં જ GRAPના અમલીકરણને મંજૂરી આપી હતી. આ મુજબ, દિલ્હીમાં વધતા કોરોના સંક્ર્મણ દરને ‘રંગ કોવિડ સિસ્ટમ’માં વહેંચવામાં આવ્યો છે. જેમ જેમ કોરોના સંક્ર્મણ દર વધે છે અને કોરોનાના નવા કેસ વધે છે, તેમ કડક નિયમો લાગુ થાય છે. સંક્ર્મણનો દર 0.5% થી ઉપર વધે છે. માલ અને બજારો ઓડ-ઇવન પ્રતિબંધના દાયરામાં આવે છે.

જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું

GRAP નો હેતુ શું છે?
કોરોના કેસ વધવાના કિસ્સામાં શું કરવું અને શું લાગુ કરવું તે અંગે કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ, GRAPમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાને કારણે ક્યારે અને કયા સંજોગોમાં પગલાં લેવામાં આવશે.

GRAP માં સંક્ર્મણની સ્થિતિને 4 ભાગો અથવા લેવલમાં વહેંચવામાં આવે છે. GRAP દરમિયાન 4 પ્રકારના ‘કલર આધારિત’ એલર્ટ હશે.
જેમાં
Level-1 ( પીળો)
Level- 2 (અંબર)
Level -3 (ઓરેન્જ)
Level -4 (લાલ)

જ્યારે રેડ એલર્ટ જાહેર થશે ત્યારે દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉન જેવી સ્થિતિ થશે GTAPને કારણે લોકડાઉન ક્યારે લાગુ થશે અને ક્યારે ખુલશે? બધું પૂર્વનિર્ધારિત કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો એલર્ટના ચારેય સ્તરોમાં ખુલી શકશે અને આવશ્યક સેવાઓ પહેલાની જેમ જ સરળતાથી ચાલતી રહેશે.

કોરોનાના 331 નવા કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 331 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હવે આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. આશંકા છે કે જો કેસ આ રીતે જ આગળ વધતા રહેશે તો ટૂંક સમયમાં જ નિયંત્રણો વધુ કડક કરવા પડશે. જો સ્થિતિ આ રીતે જ બગડતી રહી તો ટૂંક સમયમાં દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કરવું પડી શકે છે. જો યલો એલર્ટ જાહેર થશે તો ઓડ-ઈવન હેઠળ દુકાનો ખુલશે.આ સાથે જ નિયંત્રણો પણ કડક કરવામાં આવશે.

આ પણ વાંચો : Ludhiana Court Blast update : બ્લાસ્ટ કેસમાં પોલીસને લાગી મહત્વની કડી હાથ , SFJ આતંકવાદીની જર્મનીથી કરી ધરપકડ

આ પણ વાંચો : Share Market : મજબૂત વૈશ્વિક સંકેત સાથે કારોબારની વૃદ્ધિ સાથે શરૂઆત, Sensex 57,831સુધી ઉછળ્યો

Next Article