ચીની (China) સેના (PLA) એ ગુરુવારે અરુણાચલ પ્રદેશના રહેવાસી 17 વર્ષીય મિરાન તરોનને મુક્ત કર્યો હતો. તમામ પ્રોટોકોલ પૂર્ણ કર્યા બાદ પીએલએએ ગુરુવારે તરોનને ભારતીય સેનાને સોંપી દીધો હતો. આ પછી, ભારતીય સેના વતી મિરાનની તબીબી તપાસ સહિત અન્ય પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.
અરુણાચલ પ્રદેશનો રહેવાસી મિરાન તરોન 18 જાન્યુઆરીના રોજ ગુમ થઈ ગયો હતો. થોડા દિવસો પછી, ચીને માહિતી આપતા કહ્યું હતું કે તેના વિસ્તારમાં મિરાન મળી આવ્યો છે, જેને તેઓ પરત કરશે. જો કે, કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ચીની સેના પીએલએ મિરાન તરોનને પોતાની કસ્ટડીમાં લઈ લીધો છે.
અરુણાચલી યુવક મિરાન તરોનના ગુમ થવા અને તેની ચીનમાં હાજરીની માહિતી સામે આવ્યા બાદ ભારતીય સેનાએ આ મામલે મોરચો સંભાળ્યો હતો. આ મામલામાં ભારતીય સેનાએ ચીની સેનાની હોટલાઈન પર સંપર્ક કર્યો હતો. જે બાદ ચીની સેનાએ મિરાન તરોનને પરત મોકલવાની વાત કરી હતી.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –
Published On - 4:17 pm, Thu, 27 January 22