ચીની સેનાએ ભારતીય કિશોરને કર્યો કિડનેપ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું ‘દરેક સ્તર પર કેન્દ્રનું ધ્યાન, જરૂરીયાત મુજબ થશે કાર્યવાહી’

ચીની સૈનિકોએ અરૂણાચલ પ્રદેશના એક યુવકનું અપહરણ કર્યાના મામલે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આરોપ લગાવતા કહ્યું હતું કે આ મામલે વડાપ્રધાનનું મૌન સાબિત કરે છે કે તેમને કોઈ ફરક નથી પડતો.

ચીની સેનાએ ભારતીય કિશોરને કર્યો કિડનેપ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું દરેક સ્તર પર કેન્દ્રનું ધ્યાન, જરૂરીયાત મુજબ થશે કાર્યવાહી
Lok Sabha Speaker Om Birla (File Image)
| Edited By: | Updated on: Jan 21, 2022 | 9:45 AM

અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh) અપહરણ મામલે હવે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા (Lok Sabha Speaker Om Birla)નું નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું કે કેન્દ્ર પોતાના સ્તર પર તમામ મુદ્દાઓ પર ધ્યાન આપી રહ્યું છે અને જ્યારે પણ જરૂર હોય છે, ત્યારે ચર્ચા કરે છે. લોકસભા અધ્યક્ષનો આ જવાબ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર ટોણો માર્યા બાદ સામે આવ્યો છે. તેમને ANI સાથે વાતચીત કરતા કહ્યું સરકારે પોતાના સ્તર પર કેસની તપાસ કરી રહી છે. જ્યારે પણ ચર્ચાની આવશ્યકતા હોય છે, તે પોતાના સ્તર પર પણ ચર્ચા કરે છે.

ચીની સૈનિકોએ અરૂણાચલ પ્રદેશના એક યુવકનું અપહરણ કર્યાના મામલે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આરોપ લગાવતા કહ્યું હતું કે આ મામલે વડાપ્રધાનનું મૌન સાબિત કરે છે કે તેમને કોઈ ફરક નથી પડતો. તેમને એ પણ કહ્યું કે તે આ કિશોરના પરિવારની સાથે ઉભા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું ‘પ્રજાસત્તાક દિવસના થોડા દિવસો પહેલા ભારતના એક કિશોરનું ચીન દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. અમે મિરામ તરોનના પરિવારની સાથે છીએ અને આશા નહીં છોડીએ, હાર નહીં માનીએ.

અરૂણાચલ પૂર્વના સંસદ તપીર ગાઓએ કર્યો દાવો

આ પહેલા બુધવારે અરૂણાચલ પૂર્વના સાંસદ તપીર ગાઓએ દાવો કર્યો હતો કે ભારતીય ક્ષેત્રની અંદરથી એક 17 વર્ષીય યુવકનું અપહરણ કરવામાં આવ્યું છે. ગાઓએ દાવો કર્યો કે મંગળવારે અરૂણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લાથી યુવકનું અપહરણ કરવામાં આવ્યું. તેમને આગળ દાવો કર્યો કે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીએ આ યુવકનું અપહરણ કર્યુ છે, જ્યાં ત્સાંગપો નદી અરૂણાચલ પ્રદેશમાં ભારતમાં પ્રવેશ કરે છે. તેમને ટ્વીટ કર્યુ 18 જાન્યુઆરી 2022એ ચીનની પીએલએએ જિદો ગામના 17 વર્ષના મિરામ ટેરોનનું અપહરણ કર્યુ છે.

PLA દ્વારા અપહરણની આ ઘટના પર ગુરૂવારે જ્યારે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાને સવાલ કરવામાં આવ્યો તો તેમને આ મામલાની જાણકારીથી ઈનકાર કરી દીધઓ. તેમને કહ્યું ચીની સેના સરહદોી સુરક્ષા અમારા કાયદાની રીતે કરે છે અને ગેરકાયદે ઘૂસણખોરીના કિસ્સાઓ પર અંકુશ રાખે છે. ચીની વિદેશ મંત્રાલયનો આ જવાબ એવા સમયે આવ્યો છે, જ્યારે ભારતીય સેનાએ ચીની સેનાને સૂચિત કર્યુ કે એક છોકરો રસ્તો ભડકી ગયો છે અને તેની જાણ નથી થઈ રહી.

જણાવવામાં આવ્યું કે ભારતીય સેનાને જેવી જ ટેરોમના ગુમ થવાની સૂચના મળી તો હોટલાઈન દ્વારા તરત જ પીએલએ સાથે સંપર્ક કર્યો. ભારતીય સેનાએ અધિકૃત સંપર્ક દ્વારા ચીન દ્વારા સ્થાપિત પ્રોટોકોલ હેઠળ છોકરાની શોધ કરવા અને તેને સલામત પરત આપવાની માંગ કરી છે. તેજપુર સ્થિત સંરક્ષણ કાર્યાલયે ગુરૂવારે આ જાણકારી આપી.

આ પણ વાંચો: Ghana Blast: ઘાનામાં વિસ્ફોટકો ભરેલી ટ્રકમાં જોરદાર વિસ્ફોટ, 500 ઈમારતો નષ્ટ, અત્યાર સુધીમાં 17ના મોત, 59 ઘાયલ