ચીનની (China) વધુ એક મોટી ચાલબાજીનો પર્દાફાશ થયો છે. ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે ત્રણ મોબાઈલ ટાવર ઊભા કર્યા છે. LACના આગળના વિસ્તારમાં ચીનના કબજા હેઠળના વિસ્તારમાં ત્રણ નવા મોબાઈલ ટાવર (Mobile tower) લગાવવામાં આવી રહ્યા હોવાની તસવીરો સામે આવી છે. આ તસવીરો લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, લેહના ચુગુલના કાઉન્સિલર કોંચોક સ્ટેનઝિને શેર કરી છે. મળતી માહિતી મુજબ, ચીને પેંગોંગ લેક પર બ્રિજનું કામ પૂરું કર્યા પછી આ ત્રણ ટાવર હોટ સ્પ્રિંગ વિસ્તારમાં લગાવ્યા છે. આ સ્થળ ભારતની ખૂબ નજીક છે.
ચુશુલ વિર્નાચન વિસ્તાર LAC ને અડીને આવેલો છે, જ્યાં ચીન જે કોઈ પણ કાર્યવાહી કરે છે તે સ્થાનિક ગ્રામજનોને દેખાય છે. તસવીરો શેર કરતી વખતે કોનચોક સ્ટેનજિને ટ્વિટર પર લખ્યું કે, ‘પેંગોંગ લેક પર પુલ બનાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે, ચીને ભારતીય ક્ષેત્રની ખૂબ નજીક ચાઈનીઝ હોટ સ્પ્રિંગ પાસે ત્રણ મોબાઈલ ટાવર લગાવ્યા છે. શું આ ચિંતાનું કારણ નથી ? જે ગામડાઓમાં લોકો રહે છે ત્યાં અમારી પાસે 4Gની સુવિધા પણ નથી. મારા મતવિસ્તારના 11 ગામોમાં 4G સુવિધા નથી.
આ પહેલા સમાચાર આવ્યા હતા કે ચીને ભારતીય સરહદની નજીક 624 ગામો વસાવી લીધા છે, જેનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. ચીને વર્ષ 2017માં આ લશ્કરી ગામોનું નિર્માણ શરૂ કર્યું હતું. જેનો આદેશ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આપ્યો હતો. ચીની સરકારે તેના દસ્તાવેજોમાં ખુલાસો કર્યો હતો કે કુલ 624 ગામો બનાવવામાં આવશે. સંરક્ષણ નિષ્ણાત બ્રહ્મા ચેલાનીને ટાંકીને એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેણે ચીનની સરકારી વેબસાઈટ Tibet.comને કહ્યું છે કે ચીની સરકારે 2021માં ગામ બનાવવાનું કામ પૂર્ણ કરી લીધું છે.
આ પણ વાંચોઃ
Published On - 9:54 am, Sun, 17 April 22