ચાઈનીઝ એપ્લિકેશન તો બેન કરાઈ પણ તેની માલિક કંપનીનું શું? દેશમાંથી ચીની એપની કંપનીઓ ચુપચાપ ફરાર થવાની ફિરાકમાં, સાંભળો શું કહી રહ્યા છે સુપ્રીમ કોર્ટનાં વકીલ

ચાઈનીઝ એપ્લિકેશન તો બેન કરાઈ પણ તેની માલિક કંપનીનું શું? દેશમાંથી ચીની એપની કંપનીઓ ચુપચાપ ફરાર થવાની ફિરાકમાં, સાંભળો શું કહી રહ્યા છે સુપ્રીમ કોર્ટનાં વકીલ
http://tv9gujarati.in/chiense-applicat…thavani-firak-ma/

ચાઈનીઝ એપ્લિકેશન ભારતમાં બેન કરી દેવામાં આવી, પરંતુ આ એપ બનાવનાર કંપનીઓ માટે કોઈ ધારાધોરણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે કેમ તેના પર સવાલો છે. ભારત સરકારે આ 59 ચાઈનીઝ એપ્લિકેશનને દેશ માટે ખતરો માનીને બેન કરી દીધી જો કે સરકારે એ નથી બતાવ્યું કે સરકારે માત્ર એપ્લિકેશનને બેન કરી છે કે તેની ઓનરશીપ ધરાવનારાને પણ બેન કર્યા છે. ઉદાહરણ તરીકે ટીકટોક અને હેલો એપની માલિક કંપની બાઈટ ડાન્સ છે, અવામાં સંભવ છે કે ચાઈનીઝ કંપનીઓ કોઈ નવા નામથી ચાઈનીઝ પ્રોડક્ટ લઈ આવે અને સરકારી આંખમાં ધૂળ નાખી શકે છે. તો 59માંથી 40 જેટલી ચાઈનીઝ એપ્લિકેશન ભારતમાંથી બિઝનેશ બંધ કરીને ચુપચાપ નિકળી જવાની ફિરાકમાં છે, તેવામાં સવાલ એ થાય છે કે જે વેન્ડર્સ, કર્મચારી, ટેક્સનાં પૈસા બાકી છે તો આવી કંપનીઓને દેશ બહાર ભાગતા રોકી શકવા માટે કાયદામાં કોઈ રસ્તો છે કે કેમ? કારણ એ છે કે 59 ચાઈનીઝ કંપનીઓ પૈકીનાં ચાઈનીઝ ડાયરેક્ટર, કર્મચારી કે પછી તેના ભારતીય કર્મચારી સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે, હવે આવા લોકો ભાગી છુટે છે તો કાયદામાં કેવા પ્રકારનાં રસ્તા છે? આવા જ મુદ્દાઓ પર વાત કરી સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ વકીલ હરેશ રાયચુરા સાથે.

Click on your DTH Provider to Add TV9 Gujarati