PM MODI અને સેના પ્રમુખ નરવણે વચ્ચે મુલાકાત, કોરોનાના સંકટ પર સેનાના કાર્યોની માહિતી આપી

|

Apr 29, 2021 | 3:26 PM

અગાઉ PM MODI અને CDS બિપિન રાવત તેમજ વાયુસેના પ્રમુખ વચ્ચે મુલાકાત થઇ હતી.

PM MODI  અને સેના પ્રમુખ નરવણે વચ્ચે મુલાકાત, કોરોનાના સંકટ પર સેનાના કાર્યોની માહિતી આપી
PM MODI અને સેના પ્રમુખ વચ્ચે મુલાકાત

Follow us on

PM MODI  અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે વચ્ચે મુલાકાત થઇ છે. તેમણે કોવિડના સંચાલનમાં મદદ કરવા સેના દ્વારા કરવામાં આવતી વિવિધ પહેલની ચર્ચા કરી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ પહેલા પીએમ મોદીએ એરફોર્સ ચીફ અને સીડીએસ બિપિન રાવત સાથે પણ મુલાકાત કરી હતી.

PM MODI અને સેના પ્રમુખ વચ્ચે મુલાકાત
જનરલ નરવણેએ વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે સેના સામાન્ય લોકો માટે તેની હોસ્પિટલો શરૂ કરી રહી છે, જ્યાં સામાન્ય નાગરિકો નજીકની સૈન્ય હોસ્પિટલમાં જઈ શકે છે. સેના દેશના જુદા જુદા ભાગોમાં હંગામી હોસ્પિટલો બનાવી રહી છે. આર્મી ચીફે વડાપ્રધાનને પણ માહિતી આપી હતી કે આયાત કરેલા ઓક્સિજન ટેન્કર અને વાહનોના સંચાલનમાંજ્યાં નિષ્ણાંત કૌશલ્યની જરૂર છે ત્યાં સેના દ્વારા મદદ આપવામાં આવી રહી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

PM MODI સાથે વાયુસેના પ્રમુખે પણ કરી હતી મુલાકાત
એક દિવસ અગાઉ વડાપ્રધાન મોદીએ કોવિડ સાથેની દેશની લડાઇમાં ભારતીય વાયુસેના દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનની સમીક્ષા કરી હતી. આ સમય દરમિયાન સલામતીને ધ્યાનમાં રાખીને ઓક્સિજન ટેન્કર અને અન્ય જરૂરી ઉપકરણોના પરિવહનને ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વાયુસેનાના વડા આર.કે.એસ. ભદોરિયા વડાપ્રધાન મોદીને મળ્યા અને દેશમાં કોવિડ -19 ની હાલની સ્થિતિ સુધારવા માટે એરફોર્સ દ્વારા કરવામાં આવતા પ્રયાસોથી તેમને માહિતગાર કર્યા.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું “કોરોના સામે લડવા માટે ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવી રહેલા પ્રયત્નોની સમીક્ષા કરી. દેશભરના ઘણાં નાગરિકોની મદદ કરી રહેલ એરફોર્સ, કોવિડથી રાહતકાર્યના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી.”

વડાપ્રધાન મોદી અને વાયુસેના પ્રમુખની મુલાકાત અંગે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરીયાએ અહેવાલ આપ્યો છે કે વાયુસેના તમામ ક્ષેત્રને આવરી લેવા માટે મોટા તેમજ મધ્યમ કદના વિમાન તૈનાત કરી રહી છે. વડાપ્રધાને ઓક્સિજન ટેન્કર અને અન્ય જરૂરીયાતોના પરિવહન કામગીરીને વેગ આપવા અને તેમના ધોરણોને વધારવાની જરૂર પર ભાર મૂક્યો અને તેમની સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું છે.

Published On - 3:25 pm, Thu, 29 April 21

Next Article