ChatGPT ને જ માની લીધો ડૉક્ટર, પૂછી-પૂછીને ખાતો રહ્યો ગળામાં ખરાશની દવા, ટેસ્ટ કરાવ્યો તો ડૉક્ટરના પણ ઉડી ગયા હોશ

નિષ્ણાંતોનું માનવુ છે કે AI જાણકારી આપવામાં મદદરૂપ થઈ શકે છે પરંતુ સ્વાસ્થ્ય જેવા ગંભીર મુદ્દાઓ પર તે ગમે ત્યારે ડૉક્ટરનો વિકલ્પ નથી બની શક્તુ, આથી આરોગ્યને લગતા કોઈપણ લક્ષણ દેખાય તો તુરંત ડૉક્ટર પાસે જવુ જોઈએ.

ChatGPT ને જ માની લીધો ડૉક્ટર, પૂછી-પૂછીને ખાતો રહ્યો ગળામાં ખરાશની દવા, ટેસ્ટ કરાવ્યો તો ડૉક્ટરના પણ ઉડી ગયા હોશ
| Updated on: Aug 30, 2025 | 1:37 PM

આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ (AI) ના આવવાથી ઈન્ટરનેટની દુનિયામાં જબરદસ્ત બદલાવ આવ્યો છે. અત્યાર સુધી લોકો માત્ર ગૂગલ પર ડિપેન્ડન્ટ હતા, પરંતુ AIના આવ્યા બાદ દરેક જાણકારી માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યાં સુધી કે પોતાના સ્વાસ્થ્યની જાણકારી માટે પણ તેના પર ડિપેન્ડન્ટ થઈ રહ્યા છે. આપને જાણીને નવાઈ લાગશે કે આયર્લેન્ડના એક વ્યક્તિએ તેમના સ્વાસ્થ્યને લઈને AI પર ભરોસો કરવો ખતરનાક સાબિત થયો છે.

એક રિપોર્ટ અનુસાર 37 વર્ષિય વોરેન ટિયરનિકો આ વર્ષની શરૂઆતમાં કોઈપણ વસ્તુ ગળેથી નીચે ઉતારવામાં સમસ્યા થઈ રહી હતી. હવે તેમણે ડૉક્ટરને બતાવવાના બદલે ChatGPT પાસેથી સલાહ લીધી. AI એ તેમને વિશ્વાસ અપાવ્યો કે આ માત્ર એક સાધારણ વિકાર છે અને તેમા કેન્સર થવાની સંભાવના બહુ ઓછી છે.

પરંતુ AI પાસેથી સલાહ લેવી આ શ્રીમાનને બહુ ભારે પડી ગઈ. થોડા મહિન બાદ હકીકત સામે આવી અને જાણવા મળ્યુ કે તેને સ્ટેજ 4 નુ ઈસોફેગસ કેન્સર એટલે કે અન્ન નળીનું એડોનોકાર્સિનોમાં કેન્સર છે.

વોરેન જે બાળકોનો પિતા છે અને મનોવૈજ્ઞાનિક પર રહી ચુક્યા છે. તેઓ માને છે કે તેમણે ડૉક્ટર પાસે જવામાં વિલંબ કરી દીધો, કારણ કે AI નો જવાબ તેને સંતોષજનક લાગ્યો. તેમણે જણાવ્યુ કે આ મારા માટે મોટી ભૂલ હતી. AI એ મને ગંભીર બીમારીની સારવાર લેવામાં વિલંબ કરાવી દીધો.

ChatGPTએ વોરેનને જણાવ્યુ હતુ કે તમારા લક્ષણ કેન્સર તરફ સંકેત નથી આપતા. હુમ તમારા દરેક ટેસ્ટના પરિણામોમં સાથે રહીશ. જો એ કેન્સર હશે તો તેનો સામનો કરીશુ, અને જો નથી તો રાહતનો શ્વાસ લેશુ.

અન્ન નળીમાં આ કેન્સરથી બચવાનો સરેરાશ દર ફક્ત 5-10% છે. આમ છતાં, વોરેને હાર માની નથી. તેમની પત્ની એવલીને જર્મની અથવા ભારતમાં સારવાર માટે GoFundMe ઝુંબેશ શરૂ કરી છે.

પહેલા પણ સામે આવી ચુક્યો છે આવો કિસ્સો

અમેરિકામાં પણ, ChatGPT ની સલાહ પર, 60 વર્ષીય વ્યક્તિએ મીઠું ખાવાનું બંધ કરી દીધું અને સોડિયમ બ્રોમાઇડ લેવાનું શરૂ કર્યું. તે એક ઝેરી રસાયણ છે. પરિણામે તેને ત્રણ અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. ડૉક્ટરોએ પાછળથી જણાવ્યું કે એ બ્રોમિઝમ નામની કંડિસન હતી, જે આજકાલ બહુ દુર્લભ જોવા મળે છે.

OpenAI એ વારંવાર કહ્યું છે કે ChatGPT નો ઉપયોગ તબીબી સલાહ કે સારવાર માટે ન કરવો જોઈએ. એક નિવેદનમાં, કંપનીએ સ્પષ્ટપણે કહ્યું છે કે અમારી સેવાઓ કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યાના નિદાન કે સારવાર માટે નથી.

ડિસ્ક્લેમર: આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. તે કોઈપણ રીતે કોઈપણ દવા કે સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

રશિયા-યુક્રેન યુદ્ધને ‘મોદીનું યુદ્ધ’ ગણાવનાર ટમ્પના સલાહકાર નવારોને અમેરિકાના આ ત્રણ દંભ કેમ નથી દેખાતા?