Chardham Yatra 2023 : ચારધામ યાત્રા પર ખરાબ હવામાનની અસર, કેદારનાથ-બદ્રીનાથમાં ભારે હિમવર્ષા; શ્રીનગરમાં રોકી રખાયા યાત્રાળુઓ

|

Apr 30, 2023 | 8:02 AM

Chardham Yatra 2023 : શ્રીનગરના એસએચઓ રવિ સૈનીના જણાવ્યા અનુસાર કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાનને કારણે શ્રીનગર પોલીસ દ્વારા સાવચેતીના પગલા રૂપે ચારધામ યાત્રાને રોકી દેવામાં આવી છે.

Chardham Yatra 2023 : ચારધામ યાત્રા પર ખરાબ હવામાનની અસર, કેદારનાથ-બદ્રીનાથમાં ભારે હિમવર્ષા; શ્રીનગરમાં રોકી રખાયા યાત્રાળુઓ
Kedarnath

Follow us on

Chardham Yatra 2023 : ઉત્તરાખંડના કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાનના કારણે યાત્રિકોને મુશ્કેલી પડી રહી છે. હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આજે લઘુત્તમ તાપમાન માઈનસ એક ડિગ્રી અને મહત્તમ તાપમાન 6 ડિગ્રી રહેવાની આગાહી કરી છે. જેના કારણે ચાર ધામ યાત્રાને પણ અસર થઈ છે. કેદારનાથ ધામ જતા ભક્તોને રોકવામાં આવી રહ્યા છે. ચમોલી પોલીસના જણાવ્યા અનુસાર બાજપુરમાં પહાડી પરથી જમીન ધસી પડવાને કારણે બદ્રીનાથ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે રસ્તા વચ્ચે વાહનો થંભી ગયા છે.

શ્રીનગરના એસએચઓ રવિ સૈનીના જણાવ્યા અનુસાર કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાનને કારણે શ્રીનગર પોલીસે સાવચેતીના પગલા તરીકે ચારધામ યાત્રાને રોકી દીધી છે. શ્રીનગરમાં શ્રદ્ધાળુઓના રોકાણ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટીતંત્ર પુરેપુરો પ્રયાસ કરી રહ્યું છે કે એક પણ યાત્રાળુને કોઈ મુશ્કેલી ન પડે. હવામાન સારું થતાં જ તેમને અહીંથી જવા દેવામાં આવશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ


હવામાન વિભાગે 29 એપ્રિલે જ હવામાન માટે એલર્ટ જાહેર કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, હિમવર્ષા અને વરસાદના કારણે શ્રદ્ધાળુઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. IMDએ જણાવ્યું કે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે ઠંડી પડી રહી હોવાથી વૃદ્ધો અને બાળકો યાત્રાથી દૂર રહે.


30 એપ્રિલ અને 1 મેના રોજ પણ વરસાદ અને કરા પડવાની શક્યતા છે. જણાવવામાં આવી રહ્યું છે કે દર વર્ષે દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથના દર્શન કરવા આવે છે. આ વખતે પણ હજારો શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ પહોંચી ગયા છે. વહીવટીતંત્ર દ્વારા ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ બદલાતું હવામાન ચારધામ યાત્રામાં અડચણરૂપ બની રહ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article