રાષ્ટ્રગીતમાં ફેરફાર કરો, વડાપ્રધાન મોદીને, સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યો પત્ર

|

Dec 02, 2020 | 3:37 PM

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામિએ, રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ દ્વારા મોકલાયેલા બે પાનાના પત્રની નકલને, સુબ્રમણ્યમ સ્વામિએ પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા ટવીટ કર્યો છે. સુબ્રમણ્યમ સ્વામિએ, પત્રમાં એવુ લખ્યુ છે કે, રાષ્ટ્રગીત જન, ગણ, મન. ને સંવિધાનસભામાં સંસદનો મત હોવાનું માનીને સ્વીકાર કરાયો છે. 1949ની 26મી […]

રાષ્ટ્રગીતમાં ફેરફાર કરો, વડાપ્રધાન મોદીને, સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યો પત્ર

Follow us on

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામિએ, રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ દ્વારા મોકલાયેલા બે પાનાના પત્રની નકલને, સુબ્રમણ્યમ સ્વામિએ પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા ટવીટ કર્યો છે.

સુબ્રમણ્યમ સ્વામિએ, પત્રમાં એવુ લખ્યુ છે કે, રાષ્ટ્રગીત જન, ગણ, મન. ને સંવિધાનસભામાં સંસદનો મત હોવાનું માનીને સ્વીકાર કરાયો છે. 1949ની 26મી નવેમ્બરના રોજસંવિધાન સભાના છેલ્લા દિવસે ડોકટર રાજેન્દ્રપ્રસાદે કોઈ પણ જાતના મતદાન વિના જ જન, ગણ, મનને રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર કર્યો હતો. અને તેમણે એમ પણ કહ્યુ હતું કે ભવિષ્યમાં સસંદ રાષ્ટ્રગીતના શબ્દોમાં ફેરફાર કરી શકે છે. સુબ્રમણ્યમસ્વામીના કહેવા મુજબ તે સમયે સંવિધાનસભામાં લોકોની સહમતી જરૂર છે. પંરતુ એ વખતે આમ સહમતી સંધાઈ નહોતી. કેટલાક ઈચ્છતા હતા કે આના ઉપર ચર્ચા થવી જરૂરી છે. કારણ કે 1912માં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં આ ગીત રાજાના સન્માનમાં ગવાયુ હતું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સ્વામિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં અપિલ કરી છે કે, જન, ગણ, મનની ધૂનમાં ફેરફાર કર્યા વિના જ શબ્દોમાં ફેરફાર કરવા અંગેનો ઠરાવ સંસદમાં રજૂ કરવામાં આવે. આના માટે સુભાષચંદ્ર બોઝ દ્વારા કરાયેલા ફેરફારનો સ્વીકાર કરવો જોઈએ.

જન, ગણ, મન… ગીત પહેલીવાર 1911ની 27 ડિસેમ્બરના રોજ ગવાયુ હતું. આ ગીત કવિવર રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખ્યુ હતું. અગ્રેજી અખબારોમાં આ ગીત છવાયેલુ રહ્યુ. સવિધાન સભાએ જન, ગણ, મનના હિન્દી અનુવાદને ભારતના રાષ્ટ્રગીત તરીકે 24 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકાર્યું હતું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article