Chandigarh University Girls Bath Video : મોડી રાત્રે વિદ્યાર્થીઓએ ધરણા-પ્રદર્શન આટોપ્યું, ન્યાય માટેની લડત ચાલુ રખાશે

|

Sep 19, 2022 | 7:09 AM

વિદ્યાર્થીઓનું કહેવું છે કે આરોપીઓ સામે શું કાર્યવાહી થઈ રહી છે તેના પર અમે નજર રાખીશું. જો કાર્યવાહીમાં કોઈ ઢીલાશ દાખવવામાં આવશે તો અમે ફરીથી ધરણા કરીશું.

Chandigarh University Girls Bath Video : મોડી રાત્રે વિદ્યાર્થીઓએ ધરણા-પ્રદર્શન આટોપ્યું, ન્યાય માટેની લડત ચાલુ રખાશે
students dharna-demonstration, Chandigarh University

Follow us on

મોહાલીની ચંદીગઢ યુનિવર્સિટીમાં (Chandigarh University) ગર્લ્સ હોસ્ટેલમાં 60થી વધુ વિદ્યાર્થિનીઓનો નહાતી વખતે વીડિયો (Girls Bath Video) બનાવીને ઈન્ટરનેટ પર મુકવાના મામલે વિદ્યાર્થીઓનો વિરોધ બીજા દિવસે પણ ચાલુ રહ્યો હતો. જે બાદ પોલીસ અને યુનિવર્સિટી પ્રશાસને તેમને શાંત કર્યા અને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું. સાથે જ વિદ્યાર્થીઓનું કહેવું છે કે આરોપીઓ સામે જે કાર્યવાહી થઈ રહી છે તેના પર અમે નજર રાખીશું. જો કાર્યવાહીમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે તો અમે ફરીથી ધરણા કરીશું. જો કે આ પછી વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન બંધ કરી દીધું છે. સમગ્ર ઘટનાને ધ્યાને લઈને કોલેજની રજા 2 દિવસથી વધારીને 6 દિવસ કરવામાં આવી છે.

મોડી રાત્રે યુનિવર્સિટી પ્રશાસન, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓને સમજાવ્યા બાદ ચંદીગઢ યુનિવર્સિટીમાં ધરણા પર બેઠેલા વિદ્યાર્થીઓએ તેમના ધરણા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. જો કે, વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ ન્યાય માટે તેમની લડત હજુ પણ ચાલુ રાખશે અને યુનિવર્સિટી પ્રશાસન અને પોલીસની કાર્યવાહી પર નજર રાખશે અને જરૂર પડશે તો ફરી એકવાર ધરણા પણ કરવામાં આવી શકે છે.

સ્થાનિક પ્રશાસને, રવિવારે સાંજેથી રાત્રીના લગભગ 1:30 વાગ્યા સુધી ચંદીગઢ યુનિવર્સિટી કેમ્પસમાં ન્યાયની માંગ કરી રહેલા વિદ્યાર્થીઓના ધરણાને સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. મોડી રાત સુધી વિદ્યાર્થીઓ, સ્થાનિક વહીવટી અધિકારીઓ અને યુનિવર્સિટી સત્તાવાળાઓ વચ્ચે અનેક બેઠકો યોજાઈ હતી અને ત્યારબાદ આ જાહેરાત કરવામાં આવી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી

મોહાલીના ડીસી અમિત તલવારે જણાવ્યું કે સ્થાનિક પ્રશાસને વિદ્યાર્થીઓને સમજાવ્યું છે કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોઈ દોષિતને બક્ષવામાં આવશે નહીં. જો કોઈ યુવતીનો વીડિયો વાઈરલ થયો હશે તો તેની સામે ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવશે. જે બાદ વિદ્યાર્થીઓએ તેમના ધરણા સમાપ્ત કર્યા છે. આ કેસમાં આરોપી યુવતીની સાથે તેના મિત્ર અને અન્ય એક છોકરાની ધરપકડ કરવામાં આવી છે.

પંજાબ પોલીસના ડીઆઈજી ગુરપ્રીત સિંહ ભુલ્લરે જણાવ્યું કે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા છે. આ મામલે પંજાબ પોલીસ કાયદા મુજબ કડક કાર્યવાહી કરી રહી છે. આ સમગ્ર મામલાની તપાસ આગળ પણ ચાલુ રહેશે. આ ખુલાસા બાદ વિદ્યાર્થીઓ સ્થાનિક પ્રશાસનની સલાહ માનીને પોતાના ધરણા ખતમ કરી રહ્યા છે.

યુનિવર્સિટી કંઈપણ છુપાવતી નથી

યુનિવર્સિટીના ડાયરેક્ટર સ્ટુડન્ટ્સ વેલ્ફેર અરવિંદર સિંહ કાંગે કહ્યું કે યુનિવર્સિટી કંઈપણ છુપાવવાનો પ્રયાસ કરી રહી નથી. એવી આશંકા છે કે કેટલીક છોકરીઓ ગુમ છે અને તેમને આગળ આવવા દેવામાં નથી આવી રહી, તે છોકરીઓ પોતે આ મામલે આગળ આવવા માંગતી નથી અને તેમના પરિવાર સાથે તેમના ઘરે ચાલી ગઈ છે. એવી કોઈ વાત નથી કે કોઈ યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય. છોકરીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

 

Next Article