રાહુલ ગાંધીની સદસ્યતા રદ થતા જ નેતાઓની ગેરલાયકાતને પડકારતી અરજી Supreme Courtમાં દાખલ

|

Mar 25, 2023 | 3:48 PM

રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવાનો હવાલો આપીને કેરળમાં રહેતી એક સામાજિક કાર્યકર્તા આભા મુરલીધરન દ્વારા આ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પિટિશનમાં પીપલ રિપ્રેઝન્ટેશન એક્ટની કલમ 8(3)ને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

રાહુલ ગાંધીની સદસ્યતા રદ થતા જ નેતાઓની ગેરલાયકાતને પડકારતી અરજી Supreme Courtમાં દાખલ
Rahul Gandhi

Follow us on

સુપ્રીમ કોર્ટમાં દોષિત ઠર્યા બાદ ચૂંટાયેલા વિધાનસભા સંસ્થાઓના પ્રતિનિધિઓ (નેતાઓ)ની ગેરલાયકાતને પડકારતી અરજી દાખલ કરવામાં આવી છે. પિટિશન પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ ​​એક્ટની કલમ 8(3)ની બંધારણીય માન્યતાને પડકારે છે. આ અરજી એવા સમયે દાખલ કરવામાં આવી છે જ્યારે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ તેમની સંસદ સભ્યપદ રદ્દ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Land for job scam: જમીન નોકરી કૌભાંડ કેસમાં તેજસ્વી યાદવની પુછપરછ, લાલુની દિકરી મિસા પણ ED ઓફિસ પહોંચી

જણાવવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવાનો હવાલો આપીને કેરળમાં રહેતી એક સામાજિક કાર્યકર્તા આભા મુરલીધરન દ્વારા આ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પિટિશનમાં પીપલ રિપ્રેઝન્ટેશન એક્ટની કલમ 8(3)ને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

ગેરલાયક ઠેરવવાના અધિકારોનું ઉલ્લંઘન: અરજી

જણાવી દઈએ કે કલમ 8(3) એ જ છે, જેના હેઠળ બે કે તેથી વધુ વર્ષની સજાના કિસ્સામાં સંસદ અથવા વિધાનસભાના સભ્યની સભ્યતા જતી રહે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ કલમ હેઠળ નેતાઓને ગેરલાયક ઠેરવવામાં આવે છે. અરજદારનું કહેવું છે કે આ કલમ હેઠળ ચૂંટાયેલા જનપ્રતિનિધિને પોતાને ગેરલાયક ઠેરવવા એ તેના અધિકારોનું ઉલ્લંઘન છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ કલમ ચૂંટાયેલા સભ્યોને તેમની ફરજો નિભાવતા અટકાવે છે, જે લોકશાહીના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

દોષી ઠેરવવામાં આવતા જ રાહુલ ગાંધીનું સભ્યપદ થયુ રદ

આપને જણાવી દઈએ કે સુરતની એક કોર્ટે રાહુલ ગાંધીને મોદીની અટક પર ટિપ્પણી કરવા બદલ દોષી ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની સજા સંભળાવી હતી. જો કે રાહુલ ગાંધીને તુરંત જ જામીન મળી ગયા હતા, પરંતુ તેઓ દોષિત ઠેરવવામાં આવતાની સાથે જ તેમનું સંસદનું સભ્યપદ સમાપ્ત થઈ ગયું હતું. લોકસભા સચિવાલયે ગઈ કાલે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

રાહુલ ગાંધી 8 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં

હવે જ્યારે લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે, ત્યારે સ્પષ્ટ છે કે તેઓ હવે 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે, ત્યારબાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. આ રીતે રાહુલ ગાંધી કુલ આઠ વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં.

Published On - 3:39 pm, Sat, 25 March 23

Next Article