Mann ki baat @100 : મન કી બાતની ભારતના લોકો પર ઊંડી અસર પડી, આમિર ખાને કર્યા નરેન્દ્ર મોદીના વખાણ, જુઓ Video

આ રવિવારે મન કી બાતના 100 એપિસોડ પ્રસારિત થવા જઈ રહ્યા છે. મન કી બાતની આ સેન્ચુરી રાષ્ટ્ર નિર્માણમાં દરેક દેશવાસીઓને સમર્પિત છે. એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવનાને પણ સમર્પિત છે.

Mann ki baat @100 : મન કી બાતની ભારતના લોકો પર ઊંડી અસર પડી, આમિર ખાને કર્યા નરેન્દ્ર મોદીના વખાણ, જુઓ Video
| Edited By: | Updated on: Apr 26, 2023 | 12:55 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોમ્બર 2014ના રોજ વિજયાદશમીના અવસર પર પ્રથમ વખત આકાશવાણી પર શરુ કરેલી ‘મન કી બાત’ આગામી 30 એપ્રિલના રોજ 100 એપિસોડ પૂરા કરી રહ્યું છે. પીએમનો જનતા સાથે સીધા સંવાદના આ કાર્યક્રમને વિશેષ અને યાદગાર બનાવવા માટે પ્રસાર ભારતીએ આજે બુધવારના રોજ ‘મન કી બાત’ના કોન્કલેવ આયોજિત કર્યુ છે. તેમાં અનેક દિગ્ગજો કલાકારો અને રમતવીરો પણ જોડાયા.

આમિર ખાન અને રવિના ટંડન સહિતના કલાકારો સામેલ થશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ 30 એપ્રિલના રોજ પ્રસારિત થવાના તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 100મા એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, આમિર ખાન અને રવિના ટંડન સહિતના કલાકારો અને રમતવીર દીપા મલિક અને પત્રકારો, રેડિયો જોકી અને ઉદ્યોગસાહસિકો સાથે નિખત ઝરીન બુધવારે એક દિવસીય કોન્ક્લેવમાં ચર્ચામાં ભાગ લેશે.

આ પણ વાંચો : PM મોદી એ કોને કહ્યા હતા ‘ભારતના નેલ્સન મંડેલા અને કેમ ? વિરોધ પછી પણ નિવેદનને વળગી રહ્યા પીએમ

આમિરે પીટીઆઈને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, “દેશના નેતા લોકો સાથે વાતચીત કરે છે, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરે છે, વિચારોને આગળ ધપાવે છે અને સૂચનો આપે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.”

 

 

30 એપ્રિલે પીએમ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનો 100મો એપિસોડ હશે

આ અવસર પર એવા 105 લોકોને બોલાવવામાં આવ્યા છે, જેમના કામ અને ઉપલબ્ધિઓનો ઉલ્લેખ પીએમ મોદીએ તેમના સંવાદ કાર્યક્રમમાં સમયાંતરે કર્યો હતો. આ તમામ લોકો આગામી ત્રણ દિવસ સરકારી મહેમાન તરીકે દિલ્હીમાં રહેશે. આ ઇવેન્ટમાં ભાગ લેવા ઉપરાંત, તે બધાને દિલ્હીના મહત્વપૂર્ણ જોવાલાયક સ્થળો જેવા કે પીએમ મ્યુઝિયમ, ગાંધી સ્મૃતિ, કાર્તિ પથ, યુદ્ધ સ્મારક, લાલ કિલ્લો વગેરે બતાવવામાં આવશે.

ગૃહ પ્રધાન અમિત શાહ પરિષદના સમાપન સત્રને સંબોધિત કરશે, જ્યાં એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવશે. આ દરમિયાન કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી હાજર રહેશે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…