CBSE Class 12 : શિક્ષણ મંત્રીએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના સચિવો સાથે કરી બેઠક, ધોરણ 12ની પરીક્ષાને લઇ માગ્યા સૂચનો

|

May 18, 2021 | 9:43 AM

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંકે' સોમવારે 17 માર્ચ 2021ના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના શિક્ષણ સચિવ સાથે ઓનલાઇન બેઠકની અધ્યક્ષતા કરી.

CBSE Class 12 : શિક્ષણ મંત્રીએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના સચિવો સાથે કરી બેઠક, ધોરણ 12ની પરીક્ષાને લઇ માગ્યા સૂચનો
શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક (ફાઇલ ફોટો)

Follow us on

CBSE Class 12 : કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંકે’ સોમવારે 17 માર્ચ 2021ના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના શિક્ષણ સચિવ સાથે ઓનલાઇન બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં કોવિડ મહામારી દરમિયાન શિક્ષણ વ્યવસ્થાના વધારે  સારા પ્રબંધન માટે વિભિન્ન ઉપાયો અને વિધાર્થિઓને શિક્ષિત કરવા માટે શાળામાં અતયાર સુધી ઓનલાઇન અને ઓફલાઇન અપનાવવામાં આવી વિભિન્ન રણનીતિઓ અને આગળના રસ્તા પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી.

કોરોના મહામારી દરમિયાન સ્કૂલ શિક્ષણના અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આયોજિત બેઠક ઘણી મહત્વપૂર્ણ હતી. બીજી તરફ બેઠકમાં સામેલ થયેલા અધિકારીઓના તરફથી મળતી જાણકારી પ્રમાણે કેન્દ્રીય બોર્ડ અને વિભિન્ન રાજ્યની 12 ધોરણની લંબાવવામાં આવેલી બોર્ડની પરીક્ષા પર પણ ચર્ચા કરવામાં આવી. સીનિયર સેકેન્ડરી પરીક્ષાઓ પર ચર્ચા દરમિયાન વિભિન્ન રાજ્યો અને કેન્દ્ર શાસિત ક્ષેત્ર પાસેથી સૂચનો માંગવામાં આવ્યા.

આપને જણાવી દઇએ કે સીબીએસસી બોર્ડે પહેલા ઘોષણા કરી છે સીનિયર સેકન્ડરી (12માં)ધોરણની પરીક્ષાઓ જે કોવિડ-19ના કારણે લંબાવવામાં આવી છે તેેને લઇ 1 જૂન 2021ના રોજ પરિસ્થિતિઓની સમીક્ષા કરી આ વિષયમાં નિર્ણય લેવાશે. કેન્દ્રીય શિક્ષા મંત્રીએ બેઠક દરમિયાન કહ્યુ કે મહામારી હોવા છતા કેન્દ્ર અને રાજ્યોની સરકાર સાથે-સાથે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ)એ ઓનલાઇન મોડમાં પરીક્ષાઓ ચાલુ રાખી અને મોટી પરીક્ષાઓ જેવી કે જેઇઇ અને નીટનું સફળતાપૂર્વક આયોજન કર્યુ.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શિક્ષણ વિભાગે મહામારી દરમિયાન વિધાર્થીઓની શૈક્ષણિક ગતિવિધિઓને નિયમિત રાખવા માટે વર્ષ 2020-21માં અનેક પગલા ઉઠાવ્યા છે. જેમાં પીએમ, ઇ-વિધા અંતર્ગત દીક્ષાનો વિસ્તાર, સ્વયં પ્રભા ટીવી ચેનલ અંતર્ગત ડીટીએચ ટીવી ચેનલ, દીક્ષા પ્લેટફોર્મ પર શિક્ષકો માટે ઓનલાઇન નિષ્ઠા પ્રશિક્ષણ કાર્યક્રમની શરુઆત, વિધાર્થીઓની સામાજિક-ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનકિ જરુરિયાતને પૂર્ણ કરવા માટે મનોદર્પણનું શુભારંભ વગેરે સામેલ છે.

Next Article