CBSE Class 12 Board Exams : શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ રાજ્યોના શિક્ષણ સચિવ સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક, ધોરણ 12ની પરીક્ષાઓ વિશે થઇ શકે છે ચર્ચા

|

May 17, 2021 | 11:16 AM

કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંક આજે 17 મે 2021ના રોજ રાજ્યોના શિક્ષા સચિવ સાથે વાતચીત કરશે.

CBSE Class 12 Board Exams :  શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ રાજ્યોના શિક્ષણ સચિવ સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક, ધોરણ 12ની પરીક્ષાઓ વિશે થઇ શકે છે ચર્ચા
શિક્ષા મંત્રી નિશંક (ફાઇલ ફોટો)

Follow us on

CBSE Class 12 Board Exams : કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંક આજે 17 મે 2021ના રોજ રાજ્યોના શિક્ષણ સચિવ સાથે વાતચીત કરશે. રાજ્યોના શિક્ષણ સચિવ સાથે શિક્ષણ મંત્રીની મીટિંગ સવારે 11 વાગે વર્ચ્યુઅલી થશે. આ મીટિંગનો ઉદેશ્ય કોરોના મહામારીની સ્થિતિ ઓનલાઇન એજ્યુકેશનની સમીક્ષા કરવી અને રાષ્ટ્રીય શિક્ષા નીતિ (NEP)ની તૈયારીનુ નિરીક્ષણ કરવાનો છે.

આ વિશે શિક્ષણ મંત્રી નિશંકે દ્વારા સોશિયલ મીડિયામાં જાણકારી આપવામાં આવી તેમણે લખ્યુ કે હું 17 મે સવારે 11 વાગે રાજ્યોની શિક્ષણ સચિવ સાથેની બેઠકમાં ભાગ લઇશ. આગળ તેમણે લખ્યુ કે આ મીટિંગનો ઉદેશ્ય કોવિડ સ્થિતિ, ઓનલાઇન એજ્યુકેશન અને એનઇપી પર ચાલી રહેલા કામની સમીક્ષા કરવાનો રહેશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

માનવામાં આવી રહ્યુ છે આ મીટિંગમાં શિક્ષા મંત્રી રાજ્યોના શિક્ષા વિભાગ દ્વારા કોરોના દરમિયાન વિધાર્થીઓના શિક્ષણ માટે તૈયારીઓ વિશે નિરીક્ષણ લઇ શકે છે. કોરોના મહામારીની બીજી લહેરને જોતા શિક્ષા મંત્રાલયે સીબીએસઇ ધોરણ 10ની પરીક્ષા રદ્દ કરી છે અને 12 માં ધોરણની પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે. ડૉ. રમેશ પોખરિયાલની આ વર્ચ્યુઅલ મીટિંગમાં શિક્ષણ સચિવ તરફથી સીબીએસઇ 12 પરીક્ષાઓની તારીખ અને મોડ વિશે ચર્ચા થઇ શકે છે.

Next Article