CBSE Board Exam Result : CBSE ના પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ ઓગસ્ટમાં આપી શકશે પરીક્ષા

|

Jun 25, 2021 | 5:38 PM

CBSE Board Exam Result : ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ સીબીએસઈ ધોરણ-12ના પરિણામના ફોર્મ્યુલાથી નારાજ છે. કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું છે કે દસમા ધોરણના માર્કસને ધોરણ-12ના પરિણામનો આધાર ન બનાવવો જોઇએ.

CBSE Board Exam Result : CBSE ના પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ ઓગસ્ટમાં આપી શકશે પરીક્ષા
FILE PHOTO : DR.Ramesh Pokhriyal Nishank

Follow us on

CBSE Board Exam Result : કેન્દ્રીય શિક્ષણપ્રધાન રમેશ પોખરીયલ નિઃશંક (Ramesh Pokhriyal Nishank) એ શુક્રવારે સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે કોઈ પણ વિદ્યાર્થીની યોગ્યતા સાથે કોઈપણ પ્રકારનો અન્યાય થશે નહીં. તેમણે જણાવ્યું હતું કે સીબીએસઇની મૂલ્યાંકન પદ્ધતિથી તમામ વિદ્યાર્થીઓને તેમની યોગ્યતા પ્રમાણે પરિણામ મળશે.

અસંતુષ્ટ વિદ્યાર્થીઓ ઓગસ્ટમાં આપી શકશે પરીક્ષા
સોશિયલ મીડિયા પર જાહેર કરેલા પોતાના એક સંદેશમાં ન્દ્રીય શિક્ષણપ્રધાન રમેશ પોખરીયલ નિઃશંક (Ramesh Pokhriyal Nishank) એ કહ્યું કે સીબીએસઇની મૂલ્યાંકન પદ્ધતિથી તૈયાર થયેલા પરિણામ (CBSE Board Exam Result)થી જે વિદ્યાર્થીઓ અસંતુષ્ટ હશે તેમની પરીક્ષા ઓગસ્ટ મહિનામાં લેવામાં આવશે. તેમણે કહ્યું આ પરીક્ષા વૈકલ્પિક રહેશે અને કોરોનાની સ્થિતિ સુધરતા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર

ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ અસંતુષ્ટ
ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ CBSE ધોરણ-12ના પરિણામના ફોર્મ્યુલાથી નારાજ છે. કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું છે કે દસમા ધોરણના માર્કસને ધોરણ-12ના પરિણામનો આધાર ન બનાવવો જોઇએ. ધોરણ-10ના ગુણોનું ધોરણ-12ના પ્રદર્શન પર કોઈ અસર નથી કરતા. કેટલાક વિદ્યાર્થીઓએ એમ પણ કહ્યું છે કે ધોરણ-11 માં નવા વિષયોને કારણે તેમને સમજવામાં લાંબો સમય લાગ્યો. તેથી ધોરણ-12 ના પરિણામમાં ધોરણ-11ના ગુણ ઉમેરવા આવે એ પણ યોગ્ય નથી.

30:30:40 ના આધારે CBSE બનાવશે ધો.12નું પરિણામ
CBSE ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ (CBSE Class 12 Board Exam Result) 30:30:40 ફોર્મ્યુલા ના આધારે પરિણામ બનાવશે. CBSE બોર્ડની 12માં ધોરણની માર્કશીટ તૈયાર કરવાને લઇને બનેલી 13 સભ્યોની સમિતીએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો છે અને સુપ્રીમ કોર્ટે આ રીપોર્ટ માન્ય પણ રાખ્યો છે.

30:30:40 ફોર્મુલ્યા ના આધારે 30 ટકા ગુણ 10માં ધોરણના 5 વિષયમાંથી 3 વિષયના લેવાશે, 30 ટકા ગુણ 11માં ધોરણના પાંચ વિષયના એવરેજ લેવામાં આવશે અને બાકી રહેલા 40 ટકા ગુણ ધોરણ 12 ની પ્રીબોર્ડ પરીક્ષાના પરિણામનો આધાર લઇ ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ બનાવવામાં આવશે.

CBSE બોર્ડની 12માં ધોરણની માર્કશીટ 31 જુલાઈ સુધીમાં જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ CBSE એ તૈયાર કરેલા પરિણામથી સંતુષ્ટ નાગી હોય એવા વિદ્યાર્થીઓની ઓગસ્ટ મહિનામાં પરીક્ષા લેવામાં આવશે.

Published On - 5:25 pm, Fri, 25 June 21

Next Article