Bihar : CBIએ લાલુ યાદવ અને તેમની પુત્રી વિરુદ્ધ વધુ એક કેસ નોંધ્યો, રાબડીદેવીના નિવાસસ્થાન સહિત 17 સ્થળોએ દરોડા

લાલુ પ્રસાદ યાદવ અને તેમની પુત્રી સામે ભ્રષ્ટાચારનો વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં દિલ્લી અને બિહારમાં લગભગ 17 સ્થળો પર સીબીઆઈએ દરોડા પાડ્યા છે.

Bihar : CBIએ લાલુ યાદવ અને તેમની પુત્રી વિરુદ્ધ વધુ એક કેસ નોંધ્યો, રાબડીદેવીના નિવાસસ્થાન સહિત 17 સ્થળોએ દરોડા
RJD leader Lalu Prasad Yadav ( File photo)
| Edited By: | Updated on: May 20, 2022 | 9:21 AM

કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) અને તેમની પુત્રી વિરુદ્ધ ભ્રષ્ટાચારનો નવો કેસ નોંધ્યો છે. દિલ્લી અને બિહારમાં લગભગ 17 સ્થળો પર સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. લાલુ પ્રસાદ યાદવની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના (Rabdi Devi) ઘરે પણ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી મુજબ આ દરોડા આરઆરબીમાં થયેલા ગોટાળા વિશે પાડવામાં આવી રહ્યો છે. લાલુ યાદવ 2004 થી 2009 સુધી રેલ્વે મંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન થયેલી ગેરરીતિઓ માટે આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

લાલુ પ્રસાદ યાદવની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના પટના નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાજધાની પટના તેમજ ગોપાલગંજમાં લાલુ પ્રસાદ યાદવના પૈતૃક ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીશા ભારતીના ઘરે પણ સીબીઆઈના દરોડા ચાલુ છે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર લાલુ પ્રસાદ યાદવ આ આવાસમાં છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડા  દિલ્હી, પટના અને ભોપાલમાં પણ ચાલી રહ્યા છે. જમીનના બદલામાં નોકરી આપવા સંબંધિત મુદ્દો સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસ જમીનના બદલામાં નોકરી આપવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય મંત્રી હતા ત્યારે ઘણી મોંઘી જમીન લઈને ઘણા લોકોને નોકરી આપવામાં આવી હતી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચાર અપડેટ થઈ રહ્યુ છે. વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો. tv9gujarati.com

Published On - 8:48 am, Fri, 20 May 22