નેતાને મહિલા સાથે જાહેરમાં દાદાગીરી કરવી પડી ભારે, ગેંગસ્ટર એક્ટ હેઠળ કરાશે કાર્યવાહી, ઘર બાદ હવે દુકાનો તોડી પડાશે

|

Aug 08, 2022 | 2:22 PM

નોઈડાના પોલીસ કમિશનર આલોક કુમારે કહ્યું છે કે શ્રીકાંત સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને તેની તમામ ગેરકાયદેસર મિલકતો પણ જપ્ત કરવામાં આવશે.

નેતાને મહિલા સાથે જાહેરમાં દાદાગીરી કરવી પડી ભારે, ગેંગસ્ટર એક્ટ હેઠળ કરાશે કાર્યવાહી, ઘર બાદ હવે દુકાનો તોડી પડાશે
case will be filed against Srikanth Tyagi under the Gangster Act

Follow us on

નોઈડામાં (Noida) મહિલા સાથે જાહેરમાં અપમાનજનક વર્તન કરનારા કથિત ભાજપના નેતા શ્રીકાંત ત્યાગી (Srikanth Tyagi) હજુ પણ ફરાર છે, જોકે પોલીસની 10 ટીમ શ્રીકાંત ત્યાગીને શોધી રહી છે. જ્યારે પ્રશાસને ત્યાગીના ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. ત્યાગીના નોઈડા બેઝ પર વહીવટીતંત્રના દરોડા ચાલુ છે. હવે GSTની ટીમ શ્રીકાંતની ભાંગેલમાં આવેલી દુકાનો પર તપાસ માટે પહોંચી છે. મળતી માહિતી મુજબ, ત્યાગીની નોઈડાના ભાંગેલમાં 15 ગેરકાયદેસર દુકાનો છે. જે અંગે પ્રશાસને તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં આ ગેરકાયદે દુકાનો ઉપર મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે.

દરમિયાન ગૃહ વિભાગ શ્રીકાંત ત્યાગી પર મોટી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. શ્રીકાંત ત્યાગીની આવકના સ્ત્રોતની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે નોઈડાના પોલીસ કમિશનર (Noida Commissioner of Police) આલોક કુમારે કહ્યું છે કે ટૂંક સમયમાં શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરવામાં આવશે. આલોક કુમારે કહ્યું કે શ્રીકાંત સામે ગેંગસ્ટર એક્ટ (Gangster Act) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને તેની તમામ ગેરકાયદેસર મિલકતો પણ જપ્ત કરવામાં આવશે. આ ઉપરાંત શ્રીકાંત ત્યાગીનું બંદુકનુ લાઇસન્સ પણ ટૂંક સમયમાં રદ કરવામાં આવશે.

ઘર પર ચાલ્યુ બુલડોઝર

આજે સવારે નોઇડા ઓથોરિટી દ્વારા ઓમેક્સ સોસાયટીની અંદર ત્યાગીના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરવામાં આવી હતી. નોઈડા પ્રશાસન વતી બુલડોઝર ચલાવીને, શ્રીકાંત ત્યાગીએ ઘરે કરેલ ગેરકાયદે બાંધકામ સવારે જ તોડી પાડવામાં આવ્યું હતું. સાથે જ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર બાંધકામ પર ચાલતા બુલડોઝર સાથે આરોપીઓની મિલકત ટાંચમાં લેવામાં આવશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ભાજપ યુવા મોરચાના મંત્રી રવિ પંડિત સામેલ હતા ટોળામાં

બીજી તરફ ગાઝિયાબાદ ભાજપ યુવા મોરચાના જિલ્લા મંત્રી રવિ પંડિત રવિવારે રાત્રે ઓમેક્સ ગ્રાન્ડ હાઉસિંગ સોસાયટીમાં પહોંચેલા યુવાનોમાં સામેલ હતા. રવિ પંડિત સાંસદ ડૉ.મહેશ શર્માના નજીકના હોવાનું કહેવાય છે. તેઓ અવારનવાર સાંસદ ડો.મહેશ શર્માના કાર્યક્રમોમાં જોવા મળ્યા છે. રવિ પંડિત સાંસદ ડો. મહેશ શર્માની કેમ્પ ઓફિસની પણ અવારનવાર મુલાકાત લેતા જોવા મળ્યા છે. રવિ પંડિતે પોતાના ફેસબુક અને ટ્વિટર હેન્ડલ પર સાંસદ મહેશ શર્મા સાથે સમયાંતરે ઘણા ફોટા શેર કર્યા છે.

 

Next Article