અભિનેતા ફરહાન અખ્તરની સામે CAAને લઈ કેસ દાખલ, લોકોની વચ્ચે ડર અને અરાજકતા પેદા કરવાનો આરોપ

|

Dec 21, 2019 | 6:35 AM

નાગરિકતા સુધારા કાયદાને લઈ દેશના ઘણા વિસ્તારોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. ત્યારે આ કાયદાની વિરૂદ્ધ ઘણા ફિલ્મસ્ટાર પણ રસ્તા પર ઉતર્યા, જેમાંથી એક અભિનેતા હતા ફિલ્મમેકર ફરહાન અખ્તર.   Web Stories View more વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી […]

અભિનેતા ફરહાન અખ્તરની સામે CAAને લઈ કેસ દાખલ, લોકોની વચ્ચે ડર અને અરાજકતા પેદા કરવાનો આરોપ

Follow us on

નાગરિકતા સુધારા કાયદાને લઈ દેશના ઘણા વિસ્તારોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. ત્યારે આ કાયદાની વિરૂદ્ધ ઘણા ફિલ્મસ્ટાર પણ રસ્તા પર ઉતર્યા, જેમાંથી એક અભિનેતા હતા ફિલ્મમેકર ફરહાન અખ્તર.

 

વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ
મનુ ભાકર-ડી ગુકેશને ખેલ રત્ન એવોર્ડ જીતવા પર કેટલા રૂપિયા મળશે?
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Useful Almond peels : પલાળેલી બદામની છાલને ફેંકી દેતા હોવ તો પહેલા જાણી લો તેનો સાચો ઉપયોગ

ફરહાન અખ્તરે ટ્વીટ કરીને લોકોને આ કાયદાની વિરૂદ્ધ પ્રદર્શન કરવા માટે 19 ડિસેમ્બરના રોજ મુંબઈના અગસ્ત ક્રાંતિ મેદાનમાં બોલાવ્યા હતા. તેમને ટ્વીટમાં લખ્યું હતું કે અહીં તમારે એ જાણવાની જરૂરિયાત છે કે આ વિરોધ પ્રદર્શન મહત્વપૂર્ણ કેમ છે. 19 ઓગસ્ટે મુંબઈ સ્થિત અગસ્ત ક્રાંતિ મેદાનમાં મળીએ છીએ. માત્ર સોશિયલ મીડિયા પર વિરોધ પ્રદર્શન કરવાનો સમય પુરો થઈ ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઘણા જાણીતા ફિલ્મસ્ટારોએ 19 ડિસેમ્બરે નાગરિકતા કાયદાની વિરૂદ્ધ ફરહાન અખ્તરનો સાથ આપ્યો હતો. ત્યારે હવે ફરહાન અખ્તરના આ પ્રકારના ટ્વીટે તેમના માટે મુશ્કેલી ઉભી કરી છે. મીડિયા રિપોર્ટસ મુજબ આ કાયદાને લઈ લોકોની વચ્ચે નફરત ફેલાવવાના આરોપમાં ફરહાન અખ્તરની વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ફરહાન અખ્તરની વિરૂદ્ધ IPCની ઘણી કલમો હેઠળ કેસ દાખલ થયો છે. ફરહાન પર આરોપ છે કે તેમને મુસ્લિમ સમુદાયને દેશની વિરૂદ્ધ ભડકાવવાનો પ્રયત્ન કર્યો છે અને સાથે જ દેશમાં ડર અને અરાજકતાનો માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં આ મામલે અભિનેતા ફરહાન અખ્તરે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article