અયોધ્યામાં ભગવાન શ્રી રામ પ્રભુના મંદિર નિર્માણના મનમોહક દ્રશ્યો આવ્યા સામે, જુઓ Video

|

Mar 30, 2023 | 6:09 PM

અયોધ્યા રામમંદિરની કામગીરી હાલ પૂર જોશમાં ચાલી રહી છે જેની વચ્ચે આજે રામનવમીના દિવસે મંદિર નિર્માણનો કન્સ્ટ્રક્શન સાઇટનો વિડીયો સામે આવ્યો છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ટ્વિટ કરી આ રામમંદિર નિર્માણના અદભૂત દ્રશ્યો લોકોની આંખે વળગી છે.

અયોધ્યામાં ભગવાન શ્રી રામ પ્રભુના મંદિર નિર્માણના મનમોહક દ્રશ્યો આવ્યા સામે, જુઓ Video

Follow us on

દેશના લોક માટે આસ્થાનું  ધાર્મિક સ્થળ મનાતું  મંદિર એટલે અયોધ્યાનું રામ મંદિર. જેની ભવ્યતાનો વિડીયો રામનવમીન દિવસે સામે આવ્યો છે.  આ ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તારીખ લગભગ નક્કી થઈ ગઈ છે. શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષએ જણાવ્યું છે કે 17થી 24 જાન્યુઆરી, 2024 વચ્ચે મુહૂર્ત અનુસાર શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેને લઈ ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ છે. ખાસ કરીને વિશાળ ક્ષેત્રફળમાં બની રહેલું આ મંદિર જ્યારે બનીને તૈયાર થશે ત્યારે તેનું આકર્ષણ કઈક અલગજ પ્રકારનું હશે. કારણ કે, વિવિધ ભાતની અજાયબી સાથે આ સમગ્ર મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

રામમંદિરના નિર્માણનો સામે આવ્યો નવો વિડીયો

અયોધ્યા રામમંદિરની કામગીરી હાલ પૂર જોશમાં ચાલી રહી છે જેની વચ્ચે આજે રામનવમીના દિવસે મંદિર નિર્માણનો કન્સ્ટ્રક્શન સાઇટનો વિડીયો સામે આવ્યો છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ટ્વિટ કરી આ રામમંદિર નિર્માણના અદભૂત દ્રશ્યો આ વિડિયોમાં દેખાઈ રહ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

પહેલી જ નજરે મંદિરની ભવ્યતા નજરે ચડે છે

ભગવાન રામના ગીત સાથે આ સમગ્ર વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મૂકાતા ખૂબ વાયરલ થયો છે. આ વિડિયોમાં ગર્ભગૃહની દિવાલો તૈયાર થતી દેખાય છે. અંદર પત્થરો ઘસવાનું અને કાપવાનું કામ ચાલી રહ્યું છે. આ વિડીયો પરથી પહેલી નજરે મંદિરની ભવ્યતા દેખાય છે. જેની ડિઝાઇન આર્કિટેક્ટ સીબી સોમપુરા અને આશિષ સોમપુરા દ્વારા તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો : વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થવાનો આક્ષેપ, પોલીસનો મોટો કાફલો સ્થળ પર ખડકી દેવાયો

પ્રથમ માળે 132 અને બીજા માળે 74 સ્તંભ

ગયા વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો. વિડીયો મંદિર નિર્માણમાં રામ મંદિરની ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે ભગવાનના દર્શન કરવા માટે ભક્તોએ 21 ફૂટની સીડીઓ ચઢવી પડશે. આ પછી 160 સ્તંભ પર નિર્માણ પામતા ભવ્ય ગર્ભગૃહના દર્શન થશે બન્યા પછી તો થશે જ પરંતુ હાલ આ વિડીયોમાં સમગ્ર મંદિરના ખૂણે ખૂણાના પ્રતિક આ વિડિયોમાં સ્પષ્ટ થયા છે. જેમાં મંદિર સમિતિના જણાવ્યા અનુસાર પ્રથમ માળે 132 અને બીજા માળે 74 સ્તંભ લગાવવામાં આવી રહ્યા છે.

Next Article