શું ખરેખર પીએમ મોદી સામે કેસ ફાઈલ થઈ શકે ? જાણો બંધારણ અને કાયદાની આ જોગવાઈઓ

|

Mar 24, 2023 | 2:16 PM

બંધારણ અને કાયદાએ કેસ કરવાની મર્યાદાઓ પણ નક્કી કરી છે. ત્યારે જાણો કે રેણુંકા ચૌધરીએ કેસ કરવાની કરેલ વાત અંગે ખરેખર શુ થઈ શકે છે.

શું ખરેખર પીએમ મોદી સામે કેસ ફાઈલ થઈ શકે ? જાણો બંધારણ અને કાયદાની આ જોગવાઈઓ

Follow us on

રાહુલ ગાંધીને માનહાની કેસમાં સુરતની કોર્ટે ફટકારેલી બે વર્ષની સજા બાદ, કોંગ્રેસના નેતાઓ નારાજ થયા છે. આ મુદ્દે કોંગ્રેસના અનેક નેતાઓએ ભાજપ ઉપર વાકપ્રહારો પણ કર્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ મહિલા નેતા, રેણુંકા ચૌધરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધી જેવો જ કેસ કરવાનું કહ્યું.

રેણુંકા ચૌધરીએ ગઈકાલ ગુરુવારે ટ્વીટ કરીને કહ્યું કે, હુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોર્ટમાં કેસ કરીશ. તેમણે મને સુપર્ણખા તરીકે વર્ણાવી હતી. જો કે રેણુંકા ચૌધરીએ કેસ કરવાની જે વાત કરી છે તે વાસ્તવિકમાં કેટલી સાચી છે તે સમજવુ જરુરી છે. કારણ કે બંધારણ અને કાયદાએ કેસ કરવાની મર્યાદાઓ પણ નક્કી કરી છે. ત્યારે જાણો કે રેણુંકા ચૌધરીએ કેસ કરવાની કરેલ વાત અંગે ખરેખર શુ થઈ શકે છે.

શું ખરેખર મોદી સામે કેસ ફાઈલ થઈ શકે છે ?

  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેણુંકા ચૌધરીને ક્યારેય શૂપર્ણખા બોલ્યા નથી. મોદીએ કહ્યું હતું કે, રામાયણ પછી મેં આવું સુંદર હાસ્ય પહેલીવાર સાંભળ્યું છે. હવે રેણુકા ચૌધરી પોતાના હાસ્યને સૂપર્ણખા સાથે જોડવા માંડે તો એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શું વાંક ?
  2. કાયદા અનુસાર, માનહાનિના કિસ્સામાં કેસ દાખલ કરવાની મહત્તમ સમય મર્યાદા 3 વર્ષ હોય છે. અને કેટલાક કિસ્સાઓમાં માત્ર એક વર્ષ જ હોય છે. પરંતુ હવે આ ઘટનાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 7 ફેબ્રુઆરી 2018ના રોજ સંસદના બજેટ સત્ર દરમિયાન, રાજ્યસભામાં હાસ્યજનક વાત કરી હતી. આ વાતને આજે છઠ્ઠું વર્ષ ચાલે છે. જેનો મતલબ સ્પષ્ટ છે કે કેસ દાખલ કરવાની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. આવા સંજોગોમાં કેસ કોર્ટમાં થઈ શકે કે કેમ તે પણ એક મહત્વનો સવાલ છે.
  3. IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
    રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
    SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
    ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
    કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
    ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
  4. સંસદની અંદર બોલવામાં આવેલા શબ્દો પર પણ કોર્ટમાં કેસ દાખલ કરી શકાય નહીં. કારણ કે સંસદ અને વિધાનસભાને વિશેષાધિકાર પ્રાપ્ત થયેલો છે. આ વિશેષાધિકાર અન્યવે ગૃહના અધ્યક્ષની મંજૂરી વિના કોઈ કેસ થઈ શકતો નથી. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કેસ દાખલ કરી શકાય નહીં.
  5. ખાસ કરીને માનહાનીના આવા કિસ્સાઓમાં, કોર્ટ એ પણ જુએ છે કે શું આ પ્રકારના કેસ કોઈ બદલો લેવાની ભાવના સાથે દાખલ કરવામાં આવ્યો છે કે નહી ? રેણુકા ચૌધરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે માનહાનિનો કેસ દાખલ કરવાનું વિચારી રહ્યા છે, જ્યારે તેમની રાજકીય પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતાને કોર્ટ દ્વારા, મોદી જ્ઞાતિના અપમાન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે.
Next Article